ધુરંધર 2: ધ રિવેન્જ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. આદિત્ય ધર દ્વારા નિર્દેશિત આ સ્પાય થ્રિલર ફિલ્મ રિલીઝના 25મા દિવસે પણ મજબૂત કમાણી કરી રહી છે, જે ફિલ્મની લોકપ્રિયતાનો મોટો પુરાવો છે. ખાસ વાત એ છે કે આ ફિલ્મે માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વૈશ્વિક સ્તરે પણ પોતાની મજબૂત હાજરી નોંધાવી છે.
આ ફિલ્મે એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. ‘ધુરંધર’ ફ્રેન્ચાઈઝીના બંને ભાગોએ મળીને વિશ્વભરમાં ₹3000 કરોડથી વધુનો બિઝનેસ કર્યો છે, જે ભારતીય સિનેમાના ઇતિહાસમાં પ્રથમ વખત બન્યું છે. આ પહેલાં કોઈપણ બે ભાગવાળી ફિલ્મ સિરીઝ આટલી મોટી કમાણી સુધી પહોંચી શકી નહોતી.
તુલનાત્મક રીતે જોવામાં આવે તો બાહુબલી ફ્રેન્ચાઈઝીએ બંને ભાગ મળીને આશરે ₹2400 કરોડનું કલેક્શન કર્યું હતું, જ્યારે KGF સિરીઝે લગભગ ₹1500 કરોડની આસપાસ કમાણી કરી હતી. આ આંકડાઓ સામે ‘ધુરંધર’ સિરીઝે નવો બેન્ચમાર્ક સેટ કર્યો છે.
ફિલ્મમાં રણવીર સિંહ ની અભિનયને ખાસ વખાણ મળી રહ્યા છે. ‘ધુરંધર 2’ એ ભારતમાં ₹1083.67 કરોડનું નેટ કલેક્શન કરીને નવી સિદ્ધિ હાંસલ કરી છે અને બાહુબલી 2: ધ કનક્લૂઝન ના ઘરેલું રેકોર્ડને પણ પાછળ છોડી દીધો છે. હવે ફિલ્મનો ટાર્ગેટ પુષ્પા 2: ધ રૂલ નો રેકોર્ડ તોડવાનો છે, જેમાં અલ્લુ અર્જુન મુખ્ય ભૂમિકામાં છે.
વિશ્વભરમાં પણ ‘ધુરંધર 2’ ની કમાણી સતત વધી રહી છે. ફિલ્મે અત્યાર સુધીમાં ₹1712.98 કરોડનો આંકડો પાર કરી લીધો છે અને તે ભારતની ચોથી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. ખાસ વાત એ છે કે આ સિદ્ધિ ફિલ્મે ગલ્ફ દેશોમાં રિલીઝ કર્યા વગર અને ચાઈના બોક્સ ઓફિસના સપોર્ટ વગર મેળવી છે.
ટ્રેડ એનાલિસ્ટ્સના મતે, રવિવારે થયેલા કમાણીના ઉછાળાને જોતા એવું લાગી રહ્યું છે કે ‘ધુરંધર 2’ ટૂંક સમયમાં જ ‘પુષ્પા 2’ ના ₹1742 કરોડના ગ્લોબલ રેકોર્ડને પણ પાછળ છોડી શકે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel