ભારત સરકારએ સામાન્ય જનતાના આરોગ્ય ખર્ચમાં ઘટાડો કરવા દિશામાં એક મહત્વપૂર્ણ નિર્ણય લઈને 35 આવશ્યક દવાઓના ભાવ ઘટાડવાની જાહેરાત કરી છે. નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઈસિંગ ઓથોરિટી (NPPA) દ્વારા લેવામાં આવેલા આ પગલાથી લાખો દર્દીઓને સીધી આર્થિક રાહત મળશે, ખાસ કરીને તેઓને જેમને હૃદય રોગ, ડાયાબિટીસ, સોજા, માનસિક રોગો અને બેક્ટેરિયલ ઈન્ફેક્શન જેવી લાંબા ગાળાની બીમારીઓ માટે સતત દવા લેવી પડતી હોય છે. નવી કિંમતો તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવી છે.
सरकार ने 35 आवश्यक दवाओं की कीमतें घटाईं, मधुमेह से लेकर हृदय रोगियों को मिलेगी बड़ी राहत।#MedicinesPriceCut #DrugPriceControl2025
[ Government, Medicines, Price Reduction, Essential Drugs ] pic.twitter.com/wYc1kkLK8Z
— One India News (@oneindianewscom) August 4, 2025
ભાવમાં ઘટાડો થયેલી દવાઓમાં Aceclofenac-Paracetamol-Trypsin Chymotrypsin જેવી એન્ટી-ઇન્ફ્લેમેટરી ટેબલેટ હવે માત્ર ₹13 થી ₹15.01 ના દરે ઉપલબ્ધ થશે, જ્યારે હ્રદય રોગની સારવાર માટે ઉપયોગમાં લેવાતી Atorvastatin 40mg અને Clopidogrel 75mg ટેબલેટ ₹25.61માં મળશે. આ તમામ ભાવ ઘટાડો ડીપીસીઓ (Drugs Price Control Order) 2013ની કલમ 24 હેઠળ અમલમાં આવ્યો છે. NPPAએ તમામ દવા ઉત્પાદકો અને વિક્રેતાઓને આ નવી કિંમતો તરત લાગુ કરવા અને છૂટક દવાખાનાઓમાં નવી ભાવ યાદી અનિવાર્ય રીતે દર્શાવવાની સૂચના આપી છે.
સરકારએ સ્પષ્ટતાપૂર્વક જણાવ્યું છે કે જો કોઈ ઉત્પાદક કે વેચનાર નવી ભાવ યાદીનું પાલન નહીં કરે તો તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. આ નિર્ણયથી ખાસ કરીને નીચલી અને મધ્યમ આવક ધરાવતા લોકો માટે આરોગ્ય સેવા વધુ સુલભ બનશે. ઘણા દર્દીઓ માટે, ખાસ કરીને હૃદય રોગ અને ડાયાબિટીસ જેવી બિમારીઓમાં, દૈનિક દવાઓ ખર્ચાળ સાબિત થતી હતી, અને આ ભાવ ઘટાડાથી તેમના આરોગ્ય ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થશે.
આ પ્રયાસ સરકારની આ પ્રતિબદ્ધતાને દર્શાવે છે કે આરોગ્ય જેવી મૂળભૂત સેવા દરેક નાગરિક સુધી પહોચે અને કોઈ પણ નાગરિક માત્ર ખર્ચને લીધે જરૂરી સારવારથી વંચિત ન રહે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel