ભાડુઆતો જમીન માલિકને મકાન રિડેવલપ કરતા અટકાવી ન શકે. ભાડુઆતો સમારકામ કરાવી શકે કે પુનઃબાંધકામ કરી શકે પરંતુ તેથી સમારકામથી ચાલી જાય તેમ છે તેવી દલીલ કરી રિડેવલપમેન્ટ અટકાવવાનો અધિકાર મળતે નથી એમ બોમ્બે હાઈકોર્ટે જણાવ્યું છે.
વરલીની એક ઈમારત સંબંધી કેસમાં ભાડૂતોને સમારકામની અપાયેલી પરવાનગી અને નો ઓબ્જેક્શન સર્ટિફિકેટને રદ કરીને કોર્ટે જમીન માલિક અરજદારની તરફેણમાં ચુકાદો આપ્યો છે.
કોર્ટે નિરીક્ષણ કર્યું હતું કે મકાનમાલિક મકાનનું રિડેવલપમેન્ટ કરવા ઈચ્છુક છે અને ભાડૂતોને નિશુલ્ક સમાવિષ્ટ કરવા ઈચ્છે છે. આ રીતે મકાન ડેવલપ ક રવાનો સંપૂર્ણ લાભ મેળવવા હકદાર છે.
જ્યારે માલિક પોતાનો અધિકાર વાપરતો નહોય અને ભાડૂતો પાસે કોઈ ઉપાય નહોય ત્યારે તેઓ મકાન રિપેર કરાવી શકે છે અથવા મૂળ સ્થિતિમાં ફરી બાંધી શકે છે પણ એથી વધુ કરી શકે નહીં, એમ કોર્ટે નોંધ કરી હતી.
આ કેસમાં મકાનમાલિકે કોર્ટમાં અરજી કરી ને પાલિકાએ ભાડૂતોને સમારકામ કરવા આપેલા એનઓસીને રદ કરવાની દાદ માગી છે.
કોર્ટે નોંધ કરી હતી કે ઈમારત સારી સ્થિતિમાં હોય પણ માલિક તેને રિડેવલપ કરવા ઈચ્છતો હોય તો ભાડૂતો તેના અધિકારને સિમિત કરી શકે નહીં પછી ભલે સમારકામથી કામ ચાલી જવાનું હોય.ભાડૂતોને અપાયેલા ઓનઓસીને રદ કરીને કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે જો મકાનમાલિક યોગ્ય સમયમાં પાલિકાને ડેવલપમેન્ટનો પ્રસ્તાવ રજૂ નહીં કરે તો ભાડૂતો અથવા તેમનું સંગઠન પુનબાંધકામનો પ્રસ્તાવ રજૂ કરી શકશે.