ઉમરેઠના પંચવટી વિસ્તારમાં પૌરાણિક શ્રી શ્યામસુંદર લાલજી મહારાજનું મંદિર આવેલ છે. આ મંદિર ખુબ જૂનું અને જર્જરિત થઇ જવાથી બે મહિના પહેલા જ નવું બનાવવામાં આવેલ છે. શ્રાવણ વદ આઠમ એટલે શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની રાત્રે આ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો એકત્ર થયાં હતા. પૂર્ણ પુરુસોત્તમ શ્રી કૃષ્ણના જન્મના બરાબર 12 વાગ્યે ધોધમાર વરસાદમાં પણ મંદિર ભક્તોથી છલકાઈ ગયું હતું. ખુબ શ્રદ્ધા અને ભક્તિ સાથે ભક્તોએ શેઇ કૃષ્ણ જન્મનો ઉત્સવ કર્યો અને મહા આરતી કરવામાં આવી.