થરાદમાં શેણલ માતાજી મંદિર,રાજપુત વાસમાં શ્રી રામ કથાનું આયોજન કરવામાં આવ્યું છે જેમા શનિવારે સવારે પોથીના યજમાન લક્ષ્મણભાઈ ભગત ના ઘરેથી ઢોલ નગારા સાથે પોથીયાત્રા નીકળી હતી જેમાં પથુસિંહ રાજપુત આંબાભાઈ સોલંકી મનજીભાઈ રાજપુત મોહનભાઈ રમેશભાઈ સહિતના સ્થાનિક મહિલાઓ અને પુરુષો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં જેમાં આજે તારીખઃ ૩૦-૧૧-૨૦૨૪ થી ૦૮-૧૨-૨૦૨૪ સુધી દરરોજ બપોરે ૧૨:૩૦ થી ૦૩:૩૦ વાગ્યા સુધી સત્સંગ, કીર્તન, દષ્ટાંત સહિત સંગીતમય કથા ચાલુ રહેશે કથાનું રસપાન (સુપ્રસીધ્ધ કથાકાર સિદ્ધરાજ શાસ્ત્રીના પાવન મુખે રસપાન કરાવશે
પાવનકારી રામ કથા સાંભળી આપણું જીવન ધન્ય કરીએ તો દરેક ધર્મપ્રેમી જનતાને કથાનું રસપાનનોલાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.ત્યારે
સમસ્ત શેણલ નગર પરીવાર દ્રારા શ્રી રામ કથાનું આયોજન કરવામાં આવ્યું છે..