બિહારમાં ચૂંટણી પંચ દ્વારા શરૂ કરાયેલા મતદાર યાદી સુધારણા અભિયાન (SIR)ને લઈને વિપક્ષોમાં ભારે વિરોધ ઊભો થયો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સતત ચૂંટણી પંચ પર ગંભીર આક્ષેપો કરી રહ્યા છે અને આ મુદ્દો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. આ દરમિયાન ભાજપે કોંગ્રેસ પર આક્રમક પ્રહાર કરતાં દાવો કર્યો કે મતદાર યાદીમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના નામમાં ગંભીર ગેરરીતિ થઈ હતી.
‘મતદાર યાદીમાં સોનિયા ગાંધીનું બે વખત નામ, ચૂંટણી કાયદાનું ઉલ્લંઘન’
ભાજપ આઈટી સેલના પ્રમુખ અમિત માલવિયાએ દાવો કર્યો છે કે, જ્યારે સોનિયા ગાંધી ભારતના નાગરિક ન હતા, ત્યારે તેમનું નામ મતદાર યાદીમાં બે વખત રજીસ્ટર્ડ થયેલું હતું અને આ બાબત ચૂંટણી કાયદાનું સ્પષ્ટરૂપે ઉલ્લંઘન થયું હોવાનું દેખાઈ રહ્યું છે. આ જ કારણે રાહુલ ગાંધી અયોગ્ય, ગેરકાયદેસર અને SIRનો વિરોધ કરી રહેલા મતદારોને કાયદેસર કરવાની તરફેણ કરી રહ્યા છે.
Sonia Gandhi’s tryst with India’s voters’ list is riddled with glaring violations of electoral law. This perhaps explains Rahul Gandhi’s fondness for regularising ineligible and illegal voters, and his opposition to the Special Intensive Revision (SIR).
Her name first appeared… pic.twitter.com/upl1LM8Xhl
— Amit Malviya (@amitmalviya) August 13, 2025
‘ઈટાલીના નાગરિક હતા તો પણ મતદાર યાદીમાં નામ નોંધાયું’
માલવિયાએ સોશિયલ મીડિયા એક્સ પર પુરાવા સાથે પોસ્ટ લખી છે, જેમાં તેમણે દાવો કર્યો છે કે, મતદાર યાદીમાં સોનિયા ગાંધીનું નામ પહેલીવાર 1980માં નોંધાયું હતું, જોકે તેઓ તે વખતે ઈટાલીના નાગરિક હતા અને હજુ સુધી તેમને ભારતીય નાગરિકતા મળી નથી. તે વખતે ગાંધી પરિવાર 1, સફદરજંગ રોડ, પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના નિવાસસ્થાને રહેતો હતો. તેથી મતદાર યાદીમાં આ જ સરનામે ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, સંજય ગાંધી અને મેનકા ગાંધીનું નામ હતું. વર્ષ 1980માં મતદાર યાદી સુધારણા હાથ ધરાઈ હતી, જેમાં એક જાન્યુઆરી-1980 માન્યતા તારીખ રાખવામાં આવી હતી. આ દરમિયાન સોનિયા ગાંધીનું નામ પોલિંગ સ્ટેશન નંબર-145માં 388 ક્રમે જોડવામાં આવ્યું હતું.
‘નાગરિકતા મળે તે પહેલા જ સોનિયા ગાંધીનું નામ મતદાર યાદીમાં નોંધી દેવાયું’
તેમણે કહ્યું કે, ‘1982માં વિવાદ થયો હતો, જેના કારણે સોનિયા ગાંધીનું નામ મતદાર યાદીમાંથી હટાવી દેવાયું, પછી 1983માં ફરી મતદાર યાદીમાં નામ રજિસ્ટર્ડ કરી પોલિંગ સ્ટેશન 140માં 236 ક્રમ આપવામાં આવ્યો. આમાં સૌથી મહત્ત્વની વાત એ છે કે, તે વખતે મતદાર યાદી સુધારણા હાથ ધરાઈ ત્યારે યોગ્ય તિથી એક જાન્યુઆરી-1983 નક્કી કરવામાં આવી હતી, જ્યારે સોનિયા ગાંધીને 30 એપ્રિલ-1983માં ભારતીય નાગરિકતા મળી હતી. એટલે કે તે સમયે તેઓ ભારતીય નાગરિક ન હતા.
માલવીએ એવું પણ કહ્યું કે, ‘સોનિયા ગાંધીએ રાજીવ ગાંધી સાથે લગ્ન કર્યાના 15 વર્ષ બાદ જ ભારતીય નાગરિકતા કેમ મેળવી? મતદાર યાદીમાં એક જ વ્યક્તિનું બે વખત નામ આવવું એ ગંભીર મામલો છે.
SIR મામલે રાહુલનું ચૂંટણી પંચ પર હલ્લાબોલ
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ અને ભાજપની મિલિભગત હોવાનો આક્ષેપ કરી કહ્યું હતું કે, એસઆઈઆર દ્વરા વોટ ચોરી કરવામાં આવી રહી છે. રાહુલે કથિત વોટ ચોરી વિરુદ્ધ એક અભિયાન શરૂ કર્યું છે. તેમણે વોટ ચોરીના આક્ષેપોની પુષ્ટી કરવા અનેક ઉદાહરણ આપ્યા હતા. તેમણે કહ્યું કે વોટ ચોરી કરવા માટે પાંચ પ્રકારની રીત અપનાવવામાં આવી છે, જેમાં ચૂંટણી પંચે ડુપ્લિકેટ મતદાર બનાવાયા માટે બનાવટી, અમાન્ય સરનામું, એક જ સરનામે અનેક નામ, અમાન્ય ફોટો વાળા અનકે મતદારો ઉભા કર્યા છે. એટલું જ નહીં મતદારો માટેના ફોર્મ-6નો દુરુપયોગ કરવામાં આવ્યો છે. વિપક્ષોએ એસઆઈઆરના વિરોધમાં દિલ્હીમાં સંસદથી ચૂંટણી પંચની ઓફિસ સુધી પદયાત્રા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન તેઓએ ચૂંટણી પંચ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. જોકે વિપક્ષના સાંસદો આગળ વધે તે પહેલા પોલીસે તેમને કસ્ટડીમાં લઈ લીધા હતા.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel