આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને હાલ કોઈ રાહત મળી નથી અને તેમને જેલમાં જ રહેવું પડશે. ગુજરાત હાઈકોર્ટમાં તેમની જામીન અરજી પર આજે ફરીથી સુનાવણી થઈ, પરંતુ કેસમાં વધુ સમય લાગશે. રાજ્ય સરકાર તરફથી હાજર સરકારી વકીલે અદાલતમાં એફિડેવિટ દાખલ કરવા માટે વધુ સમય માગ્યો, જેને લઈને અદાલતે આગામી તારીખ નક્કી કરી.
આ મામલામાં ચૈતર વસાવા પર લાગેલા આરોપોને લઈને પહેલાથી જ રાજકીય ઉથલપાથલ મચી છે, અને પક્ષપાતી કાર્યવાહીનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. હાઈકોર્ટમાં જામીન અરજીની સુનાવણી લંબાતા, ચૈતર વસાવાના સમર્થકો અને AAP કાર્યકરોમાં નિરાશા જોવા મળી રહી છે. હવે આગામી સુનાવણીની તારીખે રાજ્ય સરકારનું એફિડેવિટ રજૂ થવાની સંભાવના છે, ત્યારબાદ જ જામીન અંગેનો નિર્ણય લેવામાં આવશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel