મધ્ય પ્રદેશના ઉજ્જૈન શહેરમાં શુક્રવાર (5 સપ્ટેમ્બર)ની સાંજે ભગવાન ગણેશજીની શોભાયાત્રા દરમિયાન અચાનક તંગદિલી અને પથ્થરમારો થવાથી પરિસ્થિતિ તણાવપૂર્ણ બની ગઈ હતી. માહિતી અનુસાર, આ શોભાયાત્રામાં એક ખાસ ઝાંખી રજૂ કરવામાં આવી હતી જેમાં ‘લવ જેહાદ’ની થીમ દર્શાવવામાં આવી હતી. આ ઝાંખીમાં ટોપી, દાઢી અને બુરખો પહેરેલા પૂતળાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેનાથી ધાર્મિક ભાવનાઓને આંચકો પહોંચ્યો હોવાનો વિરોધ પક્ષનો આક્ષેપ છે. જ્યારે શોભાયાત્રા મોતી મસ્જિદ વિસ્તારમાં પહોંચી ત્યારે કેટલાક મુસ્લિમ કટ્ટરપંથીઓએ આ પ્રસ્તુતિનો વિરોધ શરૂ કર્યો અને અચાનક પથ્થરમારો કર્યો.
પથ્થરમારાની ઘટના થતા જ શોભાયાત્રામાં સામેલ લોકોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી, જેમાં ઘણા લોકો ભાગદોડમાં ઘાયલ પણ થયા હોવાનું જાણવા મળે છે. પરિસ્થિતિ કાબૂ બહાર જાય તેવી લાગતા પોલીસે તાત્કાલિક લાઠીચાર્જ કરીને ભીડને હટાવવાનો પ્રયાસ કર્યો અને પરિસ્થિતિને કાબૂમાં લીધી. ઘટના બાદ આ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત વધારવામાં આવ્યો છે અને તંત્રએ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે.
નોંધનીય છે કે ઉજ્જૈનમાં આ કોઈ પહેલી ઘટના નથી. અગાઉ ઘોંસલા કસ્બામાં પણ ‘લવ જેહાદ’ની થીમવાળી ઝાંખીને લઈને સ્થાનિક સ્તરે વિવાદ ઊભો થયો હતો, જેના કારણે વાતાવરણ તણાવપૂર્ણ બન્યું હતું. હવે ફરીથી આવી જ ઘટના સામે આવતાં ધાર્મિક તણાવ વધવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે. હાલમાં પોલીસ દ્વારા પથ્થરમારામાં સામેલ લોકોની ઓળખ કરવા માટે સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel