Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 34°C

latest news

4,366 stories

પુતિનના નિવાસ પર ડ્રોન હુમલો : PM મોદીએ દુશ્મનાવટ છોડીને શાંતિની અપીલ કરી

રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનના નિવાસસ્થાન પર નિશાન લગાવીને ડ્રોન હુમલો કરવાનો અહેવાલ વૈશ્વિક રાજકારણમાં તણાવ ઉભો કરી દીધો છે. મોસ્કોના ઉત્તરમાંનો નોવગોરોડ વિસ્તારના નિવાસસ્થાન પર, રશિયાના દાવા મુજબ, યુક્રેન દ્વારા 91 લાંબા અંતરના ડ્રોનથી હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.…

· 2 min read

સાણંદ : બે જૂથ વચ્ચે બોલાચાલી બાદ પથ્થરમારો, સમગ્ર ગામ છાવણીમાં ફેરવાયું

અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના કલાણા ગામમાં જૂની અદાવતને કારણે બે જૂથો વચ્ચે થયેલી ઉગ્ર અથડામણ બાદ ગામમાં તણાવપૂર્ણ માહોલ સર્જાયો છે અને સમગ્ર વિસ્તાર જાણે છાવણીમાં ફેરવાઈ ગયો છે. સોમવાર રાત્રે શરૂ થયેલી બોલાચાલી મંગળવાર સવાર સુધીમાં ભારે પથ્થરમારા અને…

· 2 min read

અમદાવાદમાં ફ્લાવર શોનો શંખનાદ, 1 જાન્યુઆરીએ CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભવ્ય ઉદ્ઘાટન

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ પર આયોજિત વાર્ષિક ફ્લાવર શો માટેની તૈયારીઓ આખરી તબક્કામાં છે અને શહેર નવા વર્ષની ઉજવણી માટે તૈયાર છે. આગામી 1 જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ ભવ્ય ફ્લાવર શોનું ઉદ્ઘાટન થશે. આ…

· 2 min read

‘ઘૂસણખોરોને વીણી વીણીને બહાર કાઢીશું, બંગાળને ભય, ભ્રષ્ટાચાર અને ઘૂસણખોરીથી મુક્ત કરીશું’ : અમિત શાહ

પશ્ચિમ બંગાળની મુલાકાતે આવેલા ગૃહમંત્રી અમિત શાહે કોલકાતામાં યોજાયેલી પત્રકાર પરિષદમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) સરકાર પર કડક પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે છેલ્લા 15 વર્ષમાં બંગાળ ભય, ભ્રષ્ટાચાર, કુશાસન અને ઘૂસણખોરીનું કેન્દ્ર બની ગયું છે. અમિત શાહે દાવો કર્યો કે…

· 2 min read

પીએમ મોદી : MS યુનિવર્સિટી અભ્યાસક્રમમાં વીર સાવરકર લિખિત પુસ્તકોને સામેલ કરશે

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU), વડોદરાની આર્ટ્સ ફેકલ્ટીના અંગ્રેજી વિભાગે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP-2020) હેઠળ નવો બીએ અંગ્રેજી માઇનર કોર્સ શરૂ કર્યો છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વીર સાવરકર સહિતના મહત્વના ભારતીય વિચારકો અને નેતાઓના લખાણોને અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવ્યા…

· 3 min read

DRDOએ પિનાકા લોંગ રેન્જ ગાઇડેડ રોકેટનું પ્રથમ પરીક્ષણ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું

ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO)એ ભારતની સૈન્ય શક્તિમાં મહત્વપૂર્ણ વધારો કરતી સિદ્ધિ હાંસિલ કરી છે. ઓડિશાના ચાંદીપુર સ્થિત ઈન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ (ITR)માંથી ‘પિનાકા લોંગ રેન્જ ગાઇડેડ રોકેટ’ (LRGR-120)નું પ્રથમ સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ પરીક્ષણ દરમિયાન રોકેટે 120…

· 2 min read

ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમ 1779માં સુધારાની તૈયારી, કાયદામાં સુધારો કરવા માટે સમિતિ રચાશે

ગુજરાતમાં જમીન વ્યવસ્થાપન અને મહેસૂલ પ્રણાલીને વધુ આધુનિક તથા વ્યવહારુ બનાવવા માટે મહેસૂલ અને ગણોતધારાના કાયદામાં મોટા ફેરફારો કરવાની તૈયારી શરૂ કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા આ સુધારાઓ માટે નિવૃત IAS અધિકારીઓની અધ્યક્ષતામાં બે અલગ-અલગ સમિતિઓની રચના કરવામાં આવશે.…

· 2 min read

કુલદીપ સેંગરની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટ કડક, કોઈ પણ કેસમાં મુક્ત ન કરવાની સ્પષ્ટ સૂચના

ઉત્તર પ્રદેશના ઉન્નાવ બળાત્કાર કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા ભાજપના પૂર્વ ધારાસભ્ય કુલદીપ સેંગરને મોટી રાહત આપનાર દિલ્હી હાઇકોર્ટના નિર્ણય પર સુપ્રીમ કોર્ટે સ્ટે મૂકી દીધો છે. હાઇકોર્ટ દ્વારા સેંગરની સજા સસ્પેન્ડ કરીને જામીન મંજૂર કરવાના આદેશને પડકારતી સીબીઆઇની…

· 3 min read

ઉત્તરાખંડમાં અકસ્માત : અલ્મોડામાં બસ ખીણમાં પડી, 7નાં મોત; અનેક ઈજાગ્રસ્ત

ઉત્તરાખંડમાં વર્ષના અંતિમ દિવસોમાં એક અત્યંત કરૂણ દુર્ઘટના સામે આવી છે. અલ્મોડા જિલ્લાના ભીકિયાસૈન વિસ્તારમાં મુસાફરોથી ભરેલી એક ખાનગી બસ અચાનક કાબૂ બહાર જઈ ઊંડી ખીણમાં ખાબકી, જેમાં સાત લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયા હોવાની પુષ્ટિ થઈ છે. આ અકસ્માતમાં…

· 2 min read

ડેડીયાપાડામાં 150થી વધુ આદિવાસીઓની ‘ઘર વાપસી’, ખ્રિસ્તી ધર્મ છોડીને સનાતનનો અંગીકાર

નર્મદા જિલ્લામાં હિંદુ સંગઠનો અને સાધુ-સંતોની આગેવાની હેઠળ એક વિશેષ ‘ઘર વાપસી’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 150થી વધુ આદિવાસી લોકોએ સ્વેચ્છાએ ફરી સનાતન હિંદુ ધર્મમાં વાપસી કરી. કાર્યક્રમ દરમિયાન તમામ આદિવાસીઓએ વિધિવત ધાર્મિક વિધિઓ સાથે હિંદુ ધર્મનો અંગીકાર…

· 2 min read