રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનના નિવાસસ્થાન પર નિશાન લગાવીને ડ્રોન હુમલો કરવાનો અહેવાલ વૈશ્વિક રાજકારણમાં તણાવ ઉભો કરી દીધો છે. મોસ્કોના ઉત્તરમાંનો નોવગોરોડ વિસ્તારના નિવાસસ્થાન પર, રશિયાના દાવા મુજબ, યુક્રેન દ્વારા 91 લાંબા અંતરના ડ્રોનથી હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. રશિયન સંરક્ષણ પ્રણાળી દ્વારા તમામ ડ્રોન તોડી પાડવામાં આવ્યા, જેના કારણે કોઈ જાનહાનિ નહોતી થઈ.
Deeply concerned by reports of the targeting of the residence of the President of the Russian Federation. Ongoing diplomatic efforts offer the most viable path toward ending hostilities and achieving peace. We urge all concerned to remain focused on these efforts and to avoid any…
— Narendra Modi (@narendramodi) December 30, 2025
રશિયાના વિદેશ મંત્રી સેરગેઈ લાવરોવએ આ હુમલાને શાંતિ વાટાઘાટોને અવરોધરૂપ ગણાવીને ચેતવણી આપી છે કે યોગ્ય સમયે રશિયા આ હુમલાનો જડબાતોડ જવાબ આપશે, જો કે તેઓ અમેરિકાના ભાવિ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટીમ સાથે શાંતિ વાટાઘાટો ચાલુ રાખવા તૈયાર છે. આ દરમિયાન, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટનાથી ઊંડી ચિંતા વ્યક્ત કરી અને સોશિયલ મીડિયા પર શાંતિની અપીલ કરી.
PM મોદીએ જણાવ્યું કે દુશ્મનાવટનો અંત લાવવા અને શાંતિ પ્રાપ્ત કરવાનો શ્રેષ્ઠ માર્ગ ચાલુ રાજદ્વારી પ્રયત્નો જ છે, અને તમામ સંબંધિતોને કોઈપણ હિંસક કાર્યવાહીથી દૂર રહેવાની સલાહ આપી. વડાપ્રધાનની આ અપીલ ભારતની આંતરરાષ્ટ્રીય સ્તરે યુદ્ધ અટકાવવાના પ્રયાસોમાં મધ્યસ્થી ભૂમિકા ભજવવાની ઇચ્છાને દર્શાવે છે. પુતિનના નિવાસસ્થાન પર હુમલો યુદ્ધની તીવ્રતામાં વધારો કરી શકે તેવી ગંભીર ઘટના તરીકે જોવા મળે છે, જેના પર વૈશ્વિક સમુદાયની નજર ટકી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel