ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળ ખાતે રાજેન્દ્રભુવન રોડ પર આવેલા શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી કેમ્પસમાં રાજ્યપાલ તથા કુલાધિપતિ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં યુનિવર્સિટીનો 18મો પદવીદાન સમારોહ યોજાયો હતો. ગુજરાતની એકમાત્ર સંસ્કૃત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને સંબોધન કરતાં રાજ્યપાલે જણાવ્યું હતું કે, આજનું સમગ્ર વિશ્વ ભોગવાદ અને ભૌતિક સુખસગવડોના સંશોધનમાં વ્યસ્ત છે, ત્યારે ભારતના પ્રાચીન આધ્યાત્મિક જ્ઞાનએ વર્ષો પહેલાં આત્મા અને ઈશ્વર પ્રાપ્તિનો માર્ગ દર્શાવ્યો હતો.
गिर सोमनाथ जिले के वेरावल में श्री सोमनाथ संस्कृत विश्वविद्यालय के 18वें दीक्षांत समारोह की अध्यक्षता करना अत्यंत हर्ष और गौरव का विषय रहा। संस्कृत केवल एक भाषा नहीं, बल्कि हमारी ऋषि परंपरा के उस गहन शोध और चिंतन की वाहक है, जिसने भारत को 'विश्वगुरु' के पद पर प्रतिष्ठित किया।… pic.twitter.com/xWj69dONKU
— Acharya Devvrat (@ADevvrat) January 20, 2026
તેમણે કહ્યું કે, આપણો ઈતિહાસ બહારના લોકો દ્વારા લખાયો હોવાથી તેને તોડી-મરોડીને રજૂ કરવામાં આવ્યો છે, જ્યારે આપણા ઋષિ-મુનિઓએ વર્ણવેલા ભારતીય સંસ્કૃતિ અને મૂલ્યોને જીવનમાં ઉતારવાની આજે અત્યંત જરૂર છે. રાજ્યપાલે ઉલ્લેખ કર્યો કે, એક સમય એવો હતો જ્યારે વિશ્વભરના લોકો જ્ઞાનપ્રાપ્ત માટે ભારતમાં આવતા હતા અને તેથી જ ભારતને વિશ્વગુરુ કહેવાતું હતું. ભારત પ્રાચીનકાળમાં 22 પ્રકારની વિદ્યાઓમાં પારંગત હતું અને મહર્ષિ ચરક, સુશ્રુત સહિતના ઋષિઓએ જે સંશોધન દ્વારા જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું, તેને આધુનિક વિજ્ઞાન આજે પણ સંપૂર્ણ રીતે સ્પર્શી શક્યું નથી.
આ તમામ જ્ઞાન વેદ-ઉપનિષદોમાંથી પ્રાપ્ત થયેલું છે અને સંસ્કૃત ભાષા દ્વારા વિશ્વ સુધી પહોંચ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે, ભોગવાદ સાધન છે, લક્ષ્ય નથી, જ્યારે ભારતે વિશ્વને આધ્યાત્મવાદ અને ‘વસુધૈવ કુટુંબકમ્’ જેવી સર્વકલ્યાણની ભાવના આપી છે. ‘સર્વે ભવન્તુ સુખિનઃ’ના વિચાર સાથે સમગ્ર જગતના કલ્યાણનું ચિંતન માત્ર ભારતના પુરાતન જ્ઞાનમાં જ જોવા મળે છે, એમ કહી રાજ્યપાલે સંસ્કૃત અને ભારતીય સંસ્કૃતિના મહત્ત્વને ઉજાગર કર્યું હતું.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel