ક્રીડા ભારતીનું ત્રિ-દિવસીય રાષ્ટ્રીય અધિવેશનના સમાપન સમારોહ આજરોજ કલ્કિ તીર્થધામ, પ્રેરણાપીઠ, પીરાણા માર્ગ, કર્ણાવતી, ગુજરાત ખાતે યોજાઈ ગયો. સમાપન સત્રમાં મુખ્ય મહેમાન તરીકે અલોક કુમાર (સહ સરકાર્યવાહ – રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ) તથા હર્ષભાઈ સંઘવી (ઉપ મુખ્યમંત્રી અને રમત ગમત મંત્રી, ગુજરાત) ઉપસ્થિત રહ્યા હતા.
આ અવસરે આલોક કુમારજીએ (સહ સરકાર્યવાહ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ)કહ્યું કે રમતગમત એ માત્ર એક સ્પર્ધા નથી, પણ સ્વસ્થ અને સક્ષમ ભારતનું નિર્માણ કરવાનું માધ્યમ છે. ક્રીડા ભારતી એ પોતાની આગવી ઓળખ ઉભી કરી ને ભારત રમતગમતમાં વિશ્વ ગુરુ બને તેવો વિશ્વાસ જતાવ્યો છે. અખાડાઓમાં શક્તિ અને ભક્તિનો ઉલ્લેખ ઇતિહાસ માં છે, ક્રીડા ભારતી ના ક્રીડા કેન્દ્ર આવા જ સ્થાન બનશે. ભારતના ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાન રાખીને પરંપરાગત રમતો અને તેના ઉપર શોધ થાય તેવા પ્રયાસ કરાય.
હર્ષભાઈ સંઘવી (ઉપ મુખ્યમંત્રી અને રમત ગમત મંત્રી, ગુજરાત)ના ઉદબોધન માં ક્રીડા ભારતી ને અખિલ ભારતીય અધિવેશનના સુચારુ આયોજન માટે અભિનંદન આપતા કહ્યું છે. જયારે મા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દૂર દ્રષ્ટિના પરિણામે ગુજરાતમાં કોમન વેલ્થ રમતો ૨૦૩૦ નું આયોજન ભારત અને અમદાવાદમાં થઇ રહ્યું છે, ત્યારે ક્રીડા ક્ષેત્રના નવા નવા આયામ ઉભા થઇ રહ્યા છે. ભારતનો પ્રયત્ન 2036ના ઓલિમ્પિક ગેમ્સનું આયોજનની મેજબાની મળે તે સમયે ક્રીડા ભારતી દ્વારા ભારતમાં દરેક નાગરિકનેપારંપરિક રમતના માધ્યમ થી સ્વસ્થ સમાજ બનાવાનો હેતુ અતુલ્ય અને પ્રશંસનીય છે. આ અધિવેશનમાં આગામી ત્રણ વર્ષ માટેની કાર્યયોજના, વિવિધ રમતોના વિકાસ, પ્રશિક્ષણ માળખાના વિસ્તરણ અને ગ્રાસરૂટ સ્તરે ખેલાડીઓની શોધ અને ઘડતર અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. અધિવેશનમાં વિશેષ અતિથી તરીકે ઓલિમ્પિક ખેલાડી ગોપાલ સૈની (પ્રમુખ, ક્રીડા ભારતી), ચૈતન્ય કશ્યપ (કાર્યકારી અધ્યક્ષ, ક્રીડા ભારતી, કેબીનેટ મંત્રી, મધ્યપ્રદેશ), રાજ ચૌધરી (મહામંત્રી, ક્રીડા ભારતી), ઓલિમ્પિક મેડલ વિજેતા યોગેશ્વર દત્ત (ઉપ પ્રમુખ ક્રીડા ભારતી) ઉપસ્થિત રહ્યા હતા. અધિવેશનમાં દેશભરમાંથી પદાધિકારીઓ તથા કાર્યકર્તાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
ક્રીડા ભારતીક્રીડા જ્ઞાન પરીક્ષા માં અમદાવાદ નો વિદ્યાર્થી દ્વિતીય
ક્રીડા ભારતીના મુખ્ય પાંચ કાર્યક્રમ માંથી એક અખિલ ભારતીય સ્તરે આયોજીત ક્રીડા જ્ઞાન પરીક્ષા ઓન-લાઇન માધ્યમ થી આયોજિત કરી હતી જેમાં ૨ લાખથી પણ વધારે નાગરીકો એ ભાગ લીધો હતો. જેમાં કર્ણાવતી મહાનગર નો વિધાર્થી યશરાજસિંહ રાજપૂત નો દ્વિતીય ક્રમ આવેલ હોય આજ રોજ અલોક કુમાર- સહ સરકાર્યવાહ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના હસ્તે રૂપિયા ૫૦,૦૦૦ નો ચેક, ક્રીડા ભારતી ચિન્હ થી સન્માનિત કરવામાં આવેલ હતો.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel