વાલોડ તાલુકામાં એમ.એમ.જી.એસ.વાય. અને બજેટ ઉચ્ચક જોગવાઈ અંતર્ગત આ કામોને પંચાયતના માર્ગ અને મકાન વિભાગ, તાપી જિલ્લા હસ્તક મંજુરી આપવામાં આવી છે.
વાલોડ તાલુકાના વીરપોર ખાતે આનંદ આશ્રમમાં યોજાયેલા આ સમારંભમાં આદિવાસી નૃત્યના તાલે ગામલોકોએ આંગતુંકોનું સ્વાગત કર્યું હતું અને વીરપોર ગામની મહિલાઓએ ધારાસભ્યનું બહુમાન કર્યું હતું. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ વર્ષાબેન રાઠોડ તાલુકા સંગઠન પ્રમુખ પરિમલ સોલંકી, જિલ્લા પંચાયત સભ્ય તૃપ્તિબેન પટેલ, ભુપેન્દ્રભાઈ ગામીત તથા ઉદયભાઇ દેસાઈ, દિગેન્દ્રભાઈ પટેલ, જયમીનભાઈ ઢોડિયા તથા અન્ય આગેવાનો અને ગ્રામજનો હાજર રહ્યા હતા.
રિપોર્ટર : વિકાસ શાહ (તાપી )
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel