વાલોડ ચાર રસ્તા એપીએમસી માર્કેટ થી ભગવાન શ્રીરામની મૂર્તિ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં રામ લક્ષ્મણ સીતા અને હનુમાનના પાત્ર પણ જોવા મળ્યા હતા.
શોભાયાત્રા વાલોડ નગર ના મુખ્ય માર્ગથી પસાર થઈને ગણપતિ વિસર્જનનો ઓવારે રાવણ દહનના સ્થળ પર પહોંચી હતી.
વાલોડ નગરમાં આવેલ બજારના રાજા ગ્રુપ દ્વારા 30 ફૂટના રાવણ દહનના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું.
રાવણ દહન ના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે સામાજિક આગેવાન અને સુમુલ ડેરીના ડિરેક્ટર અને સુ.ડી.કો.બેંકના માજી ચેરમેન નરેશભાઈ પટેલ અને મઢી સુગર ફેક્ટરી ના વાઇસ ચેરમેન અલ્પેશભાઈ પટેલ હાજર રહ્યા હતા.
રિપોર્ટર :- વિકાસ શાહ (તાપી)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel