રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ફરી એકવાર ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રશંસા કરી છે. પીએમ મોદીના વખાણ કરતા તેમણે કહ્યું કે ભારતીય વડાપ્રધાન દેશના લોકોના હિતોની રક્ષા માટે કડક વલણ અપનાવે છે. તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો કે પીએમ મોદીની નીતિ નવી દિલ્હી અને મોસ્કો વચ્ચેના ગાઢ સંબંધોની ગેરંટી છે. આ દરમિયાન પુતિને પીએમ વીશે કહ્યું હતુ કે મોદીને ડરાવવા ધમકાવવા મુશ્કેલ છે.
રશિયન રાષ્ટ્રપતિ પુતિને એ કહ્યું કે ‘હું કલ્પના કરી શકતો નથી કે મોદીને ડરાવવામાં આવી શકે છે કે , ધમકાવવામાં આવે અથવા ભારત અને ભારતીય લોકોના રાષ્ટ્રીય હિતની વિરુદ્ધ કોઈ ડરાવવા કે ધમકાવામાં આવી શકે. હું જાણું છું કે તેઓ કેટલા દબાણ હેઠળ છે. તેણે વધુમાં કહ્યું કે બહારથી શું થઈ રહ્યું છે તે તેઓ જોઈ રહ્યા છે.
PM મોદીનું વલણ રાષ્ટ્રીય હિતોને લઈને કડક છેઃ પુતિન
રશિયન રાષ્ટ્રપતિ પુતિને કહ્યું કે સાચું કહું તો ભારતીય લોકોના રાષ્ટ્રીય હિતોની રક્ષા અંગેના તેમના કડક વલણથી કેટલીકવાર મને આશ્ચર્ય થાય છે. રશિયાના રાષ્ટ્રપતિએ એ પણ નોંધ્યું કે રશિયા-ચીન સંબંધો સતત તમામ દિશામાં વિકાસ કરી રહ્યા છે અને તેની મુખ્ય ગેરંટી વડાપ્રધાન મોદીની નીતિ છે.
ભારતના G20 પ્રમુખપદની પ્રશંસા
પુતિને આ બાદ ગયા મહિને ભારત દ્વારા આયોજિત વિશેષ વર્ચ્યુઅલ G20 સમિટ દરમિયાન, રશિયાએ સપ્ટેમ્બરમાં નવી દિલ્હી સમિટ દરમિયાન પ્રાપ્ત કરેલા સારા પરિણામો સાથે તેના અત્યંત ઉત્પાદક કાર્ય માટે ભારતના G20 અધ્યક્ષપદની પ્રશંસા પણ કરી હતી અને આ મોટા આયોજન માટે પીએમ અને ભારતનો આભાર માન્યો હતો.
પુતિન અને પીએમ મોદી વચ્ચે ચર્ચા
ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવએ જણાવ્યું હતું કે ભારતે ફરી એકવાર અધ્યક્ષના અત્યંત ફળદાયી કાર્યનું પ્રદર્શન કર્યું છે અને આવા કાર્યક્રમો ખૂબ જ સમયસર યોજાઈ રહ્યા છે તેના સારા પરિણામો છે. રશિયાની સરકારી સમાચાર એજન્સીને ટાંકીને રોઇટર્સે અગાઉ અહેવાલ આપ્યો હતો કે મોસ્કો અને નવી દિલ્હી ટૂંક સમયમાં પુતિન અને પીએમ મોદી વચ્ચે સમિટની ચર્ચા કરી રહ્યા છે.