શહેરમાં સવારે થી પડી રહેલા સતત વરસાદ વચ્ચે પાટણ નગરપાલિકા દ્વારા રસ્તાના ખાડા ભરવાના કાર્યમાં બેદરકારી જોવા મળી રહી છે. એની ગંભીર અસર આજે ત્યારે સામે આવી જ્યારે વોર્ડ નંબર 8માં રહેતા વયોવૃદ્ધ નરેન્દ્રભાઈ પંચાલ, જે દૂધ વેચીને પરિવાર ચલાવતા હતા, તેમની સાયકલ રોડના મોટાં ખાડામાં પલટી જતાં પડી ગયા અને તેમને ગંભીર રીતે ઇજા પહોંચી. સોનીવાડા માં સ્થાનિક બાબુ ભાઈએ જણાવ્યું હતું કે સવારમાં દુધ વેચવા આવતા નરેન્દ્રભાઈ આ રોડ ઉપર ના ખાડામાં સાઇકલ આવવા થી રોડ પર પડી જવાથી તરતજ ૧૦૮ ને બોલાવતા નરેન્દ્ર ભાઈ નું ત્યાજ મૃત્યુ થયું હતું અને હોસ્પિટલ માંથી બ્રેન હમરેજ જાહેર થતા એમનું પોસ્ટમોર્ટમ કોર્પોરેટર ભરતભાઈ અને મુકેશ ભાઈ પંચાલે હાજર રહી ને કરાવ્યું હતું.
આ બાબત માં તાત્કાલિક હોસ્પિટલ માં થી રજા આપતા દુઃખદ અવસાન ના સમાચાર ની ઘટનાથી સમગ્ર વિસ્તારને દ્રવી નાખ્યો છે અને પાટણના આઠ નંબર વોર્ડમાં કલ્યાણેશ્વર ની પોળ માં શોકની લાગણી પ્રસરી ગઈ છે. પરિવારના મુખ્ય કમાઉ સભ્યના અણધાર્યા અવસાનથી પરિવાર પર આફત આવી છે.
સ્થાનિક કોર્પોરેટર ભરતભાઈ ભાટિયાએ પાટણ નગરપાલિકા પર ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને રોડ મેન્ટેનન્સ બાબતે ઘોર બેદરકારીનો આક્ષેપ કર્યો છે. તેમણે પાટણના કલેક્ટરશ અને પ્રાંત અધિકારીને લેખિતમાં અરજી કરી છે કે મૃતકના પરિવારને તાત્કાલિક વળતર અને સહાય મળવી જોઈએ.
તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, “આ દુખદ ઘટના સંપૂર્ણપણે નગરપાલિકા દ્વારા સમયસર રસ્તા સુધારવાના અભાવનું પરિણામ છે. જો ખાડા બરાબર ભરાયા હોત, તો નિર્દોષ નરેન્દ્રભાઈ આજ જીવતા હોત.”
સ્થાનિકોએ પણ નગરપાલિકાની કામગીરી અંગે આક્રોશ વ્યક્ત કર્યો છે અને આવા દુર્ઘટનાઓ પુનઃ ન બને તે માટે માર્ગોની તાત્કાલિક દુરસ્તીની માંગ કરી છે.
આ ઘટના બાદ તુરંત પાટણ નગરપાલિકા ચીફ ઓફિસર તરીકે આજેજ નવી નિયુક્તિ થયેલ હીરલબેન ઠાકર અને નગરપાલિકા વહીવટી કોર્પોરેટર ઘટના સ્થળે હાજર થઈ ને આ દુઃખદ ઘટના માટે પરિવાર ને નગરપાલિકા તમામ મદદ કરવા તૈયાર છે એ જણાવ્યું.