મેક્સિકોના દક્ષિણ રાજ્ય ઓક્સાકામાં રવિવારે એક અત્યંત દર્દનાક ટ્રેન દુર્ઘટના બની હતી, જેમાં લગભગ 250 લોકોને લઈ જઈ રહેલી ઇન્ટરઓશનિક ટ્રેન નિજાંદા શહેર નજીક પાટા પરથી ઉતરી ગઈ. આ ભીષણ અકસ્માતમાં અત્યાર સુધીમાં 13 લોકોના મોતની સત્તાવાર પુષ્ટિ થઈ છે, જ્યારે 98થી વધુ લોકો ઘાયલ થયા છે. આ ઘટનાએ મેક્સિકાના મહત્વાકાંક્ષી રેલવે પ્રોજેક્ટની સલામતી વ્યવસ્થાઓ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે અને દેશભરમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. દુર્ઘટનાની જાણ થતાં જ રાહત અને બચાવ કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવી હતી અને ઘાયલોને નજીકની વિવિધ હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા.
આ દુર્ઘટના અંગે મેક્સિકોની પ્રમુખ ક્લાઉડિયા શીનબામે સોશિયલ મીડિયા મારફતે ગહન દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે જણાવ્યું કે વરિષ્ઠ સરકારી અધિકારીઓને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે, જેથી પીડિત પરિવારોને શક્ય તમામ સહાય અને તાત્કાલિક રાહત પૂરી પાડી શકાય. મેક્સિકન નેવીના જણાવ્યા અનુસાર, અકસ્માત સમયે ટ્રેનમાં 9 ક્રૂ સભ્યો અને 241 મુસાફરો સહિત કુલ 250 લોકો સવાર હતા, જેમાંથી 139 લોકો સુરક્ષિત હોવાનું જણાવાયું છે. ઈજાગ્રસ્તોમાંથી પાંચની હાલત ગંભીર છે, જ્યારે અંદાજે 36 લોકોની હાલ વિવિધ હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે.
मेक्सिको के असुंसियोन इक्स्ताल्टेपेक में ट्रेन पटरी से उतरने से 13 लोगों की मौत
मेक्सिकन इंटरओशनिक ट्रेन केवल 2023 से चल रही थी
हादसे में 98 लोग घायल#TrainDerailment #MexicoTrainAccident #AsuncionIxtaltepec #InteroceanicTrain #TrainTragedy
[ Train, Derailment, Mexico,… pic.twitter.com/jVFLnWtqJa
— One India News (@oneindianewscom) December 29, 2025
ઓક્સાકાના ગવર્નર સાલોમન જારા ક્રુઝે પણ આ દુર્ઘટનાને લઈ ગાઢ સંવેદના વ્યક્ત કરી છે અને કહ્યું છે કે રાજ્યની તમામ એજન્સીઓ કેન્દ્ર સરકાર સાથે સંકલનમાં કામ કરી રહી છે, જેથી રાહત કાર્ય ઝડપથી પૂર્ણ કરી શકાય. સાથે જ મેક્સિકોની એટર્ની જનરલ અર્નેસ્ટિના ગોડોય રામોસે અકસ્માતના કારણો જાણવા માટે ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ કરાઈ હોવાનું પુષ્ટિ કર્યું છે. તપાસમાં આ ઘટના પાછળ કોઈ તકનીકી ખામી, ટ્રેનના સંચાલનમાં ભૂલ કે રેલવે ટ્રેકના જાળવણી અને સમારકામમાં રહેલી ખામી જવાબદાર હતી કે નહીં, તે તમામ પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે આ દુર્ઘટનાગ્રસ્ત ટ્રેન મેક્સિકોના સૌથી મોટા અને મહત્વાકાંક્ષી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાંથી એક એવા ઇન્ટરઓશનિક કોરિડોરનો ભાગ છે. આ કોરિડોરને પનામા નહેરના વિકલ્પ રૂપે વિકસાવવામાં આવ્યો છે, જે મેક્સિકોના પ્રશાંત મહાસાગર અને મેકિસ્કો ખાડીના કિનારાને જોડે છે. વર્ષ 2023માં પૂર્વ રાષ્ટ્રપતિ આન્દ્રેસ મેન્યુઅલ લોપેઝ ઓબ્રેડોરના કાર્યકાળ દરમિયાન તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય હેતુ દક્ષિણ મેક્સિકોમાં આર્થિક વિકાસને વેગ આપવાનો અને વેપાર તથા પરિવહન માળખાને આધુનિક બનાવવાનો હતો. જોકે, આટલી મોટી દુર્ઘટનાએ મુસાફરોના વિશ્વાસને ગંભીર રીતે હચમચાવી દીધો છે અને હવે સરકાર પર સમગ્ર ઇન્ટરઓશનિક કોરિડોર માટે વ્યાપક સેફ્ટી ઓડિટ અને સુરક્ષા સમીક્ષાનો દબાણ વધતું જઈ રહ્યું છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel