ગુજરાતમાં ચાલી રહેલી વિધાનસભાની પેટાચૂંટણીઓ વચ્ચે ઉમરેઠ બેઠક પર રાજકીય જંગ વધુ તેજ બન્યો છે. ભાજપે આ બેઠક જીતવા માટે પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે. ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ હાજરીમાં પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું.
ઉમેદવારી પહેલાં રજની નગર સોસાયટી ખાતે ભવ્ય જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો ઉમટી પડ્યા હતા. મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં ભાજપ સરકારની ઉપલબ્ધિઓ ગણાવી અને વિકાસના મુદ્દે ચૂંટણી લડાઈ રહી હોવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે ઉમરેઠની જનતાને ભાજપના ઉમેદવારને જંગી બહુમતીથી જીતાડવા અપીલ કરી હતી.
ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી હર્ષદભાઈ પરમારે ઉમેદવારી નોંધાવી તે પ્રસંગે તેમની સાથે ઉપસ્થિત રહીને ચૂંટણીમાં યશસ્વી વિજયની શુભકામનાઓ પાઠવી.
ઉમરેઠની જનતામાં ભારતીય જનતા પાર્ટી અને શ્રી હર્ષદભાઈ પ્રત્યે આત્મીયતાની લાગણી છે. તેઓ વિકાસની રાજનીતિને… pic.twitter.com/bJlIpAcbbd
— Bhupendra Patel (@Bhupendrapbjp) April 4, 2026
આ કાર્યક્રમમાં ચૂંટણી ઇન્ચાર્જ પ્રદીપસિંહ જાડેજા, કેબિનેટ મંત્રી રમણ સોલંકી અને સ્થાનિક નેતાઓ સહિત અનેક દિગ્ગજોએ હાજરી આપી હતી. તમામ નેતાઓએ કાર્યકરોમાં ઉત્સાહ ભરી જણાવ્યું હતું કે આ ચૂંટણી વિકાસના એજન્ડા પર લડવામાં આવશે.
સભા પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રીની આગેવાનીમાં એક વિશાળ રેલી યોજાઈ હતી. કેસરીયા માહોલમાં યોજાયેલી આ રેલીમાં હજારો કાર્યકરો જોડાયા હતા. ઢોલ-નગારા અને ડીજેના તાલે સમગ્ર વિસ્તાર ભાજપમય બની ગયો હતો.
રેલી બાદ હર્ષદ પરમારે આત્મવિશ્વાસ સાથે પોતાનું ઉમેદવારી પત્ર દાખલ કર્યું હતું. ભાજપના આ જોરદાર શક્તિપ્રદર્શને રાજકીય તાપમાન વધાર્યું છે અને વિપક્ષી પક્ષોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે.
ભાવેશ સોની (આણંદ)
બાઈટ : હર્ષદ પરમાર
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel