ખેડા જિલ્લામાં બાળકીઓ પર છેલ્લા એક વર્ષમાં દુષ્કર્મ આચરવાના ગુનામાં પકડાયેલા ચંન્દ્રકાંત પટેલને નડિયાદની પોક્સો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં કોર્ટે આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જો કે, પોલીસે 7 દિવસના રિમાન્ડની માગણી કરી હતી. જ્યાં કોર્ટે આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
વસો પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવેલ એક ગામમાં આધેડ વયના પુરુષે સગીર વયની 4 બાળકીઓને પીંખી નાખી છે. એક બાદ એક એમ 8થી 11 વર્ષની ચાર બાળકીઓ પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. આ ચાર પૈકી 3 પર દુષ્કર્મ તો અન્ય એક પર છેડતી કરી હોવાની માહિતી પોલીસે આપી હતી. છેલ્લા એક વર્ષથી આ દીકરીઓનું શોષણ કરતો હતો વસો પોલીસ મથકે ગુનો નોધાયા બાદ ની ગણતરીના કલાકોમાં ધરપકડ કરવામાં આવી હતી.
આરોપી ચંન્દ્રકાંત પટેલ