દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામ ખાતે આતંકવાદી હૂમલામાં ૨૮ લોકોના મોત નીપજયા હતા. આ ઘટનાથી સમગ્ર દેશમાં હિન્દુ સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. આ હૂમલા સામે નડિયાદમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા બુધવારે સાંજે સંતરામ સર્કલ પાસે ઘટનાને વખોડીને ધરણાં કર્યા હતા.
નોંધનીય છે કે, જમ્મુ અને કાશ્મીરમાં પહેલગામમા થયેલ આતંકવાદી હુમલાને લઈને સમગ્ર દેશમાં ગુસ્સો છે, ત્યારે આતંકવાદીઓ અને તેમના માસ્ટર માઇન્ડ પાકિસ્તાન સામે કાર્યવાહીની માંગ ઉઠવા પામી છે. માર્યા ગયેલા મોટાભાગના લોકો પ્રવાસી હતા અને તેઓને પોતાની જાતિ પૂછીને મારવામાં આવેલ, જેને લીધે હિન્દુ સગઠનોમા રોષ પ્રવર્તી રહ્યો છે.