ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ માટે આજે મહત્વપૂર્ણ ચૂંટણી યોજાઈ રહી છે. આ ચૂંટણીમાં એનડીએ તરફથી સી.પી. રાધાકૃષ્ણન જ્યારે વિપક્ષ તરફથી બી. સુદર્શન રેડ્ડી વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે. ચૂંટણીને લઈ રાજકીય ગતિવિધિઓ છેલ્લા કેટલાક દિવસોથી તેજ બની ગઈ હતી. આજે મતદાનનો દિવસ આવી પહોંચ્યો છે અને સવારે 10 વાગ્યે મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થઈ ગયો છે, જે સાંજે 5 વાગ્યા સુધી ચાલુ રહેશે. આ ચૂંટણીમાં દેશના લોકસભા તથા રાજ્યસભાના કુલ 781 સાંસદો મતદાન કરી શકે છે. આ સંખ્યા મુજબ કોઈપણ ઉમેદવારને જીતવા માટે ઓછામાં ઓછા 392 સાંસદોના સમર્થનની જરૂર પડશે.
એનડીએના ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણનને સંસદીય અંકગણિતમાં સ્પષ્ટ બહુમતીનો લાભ મળતો જોવા મળી રહ્યો છે. લોકસભામાં એનડીએ પાસે 293 સાંસદો છે અને રાજ્યસભામાં 132 સાંસદો છે. એમ કરીને કુલ 425 સાંસદોનું સમર્થન તેમને મળવાનું નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. આ આંકડો વિજય માટે જરૂરી સંખ્યા કરતાં ઘણો વધારે છે, એટલે રાજકીય વિશ્લેષકોના મતે એનડીએની જીત લગભગ નિશ્ચિત છે. બીજી તરફ, વિપક્ષના ઉમેદવાર સુદર્શન રેડ્ડીને સંખ્યાબળની ખામીનો સામનો કરવો પડી રહ્યો છે.
#WATCH | Delhi: NDA nominee and Maharashtra Governor C.P. Radhakrishnan arrives at the Shree Ram Mandir in Lodhi Road area to offer prayers.
Election for the post of Vice President to be held today. NDA nominee and Maharashtra Governor C.P. Radhakrishnan faces the Opposition… pic.twitter.com/a4X9eNyHof
— ANI (@ANI) September 9, 2025
આ ચૂંટણીને વધુ રસપ્રદ બનાવતી વાત એ છે કે, કેટલાક મહત્વપૂર્ણ પક્ષોએ મતદાનમાં ભાગ ન લેવાની જાહેરાત કરી છે. બીજુ જનતા દળ (BJD), ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) અને શિરોમણી અકાલી દળ (SAD)એ સ્પષ્ટ કર્યું છે કે તેઓ આ ચૂંટણીમાં મતદાન નહીં કરે. તેમના આ નિર્ણયથી મતગણતરીની ગતિશીલતા પર અસર થશે, પરંતુ એનડીએની સંખ્યા એટલી મજબૂત છે કે પરિણામ પર તેનો ખાસ પ્રભાવ પડવાની શક્યતા નથી.
આજે મતદાન શરૂ થતાની સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સૌથી પહેલો મતદાન કરીને સંદેશ આપ્યો કે આ ચૂંટણી માત્ર એક રાજકીય પ્રક્રિયા જ નહીં, પરંતુ લોકશાહીનું મહત્વપૂર્ણ તબક્કું છે. એનડીએ ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણને મતદાનના દિવસની શરૂઆતમાં દિલ્હીના લોધી રોડ પર સ્થિત શ્રી રામ મંદિરમાં પૂજા કરી. પૂજા બાદ તેમણે મીડિયાને જણાવ્યું કે આ ચૂંટણી ભારતીય રાષ્ટ્રવાદ માટે મોટી જીત સાબિત થશે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, “અમે બધા એક છીએ અને એક રહીશું. આપણો લક્ષ્ય ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા છે.”
#WATCH | Delhi | #VicePresidentialElection2025 | NDA nominee and Maharashtra Governor C.P. Radhakrishnan says, "The elections are taking place. It is going to be a big victory for Indian nationalism. We are all one, we will be one and we want India to become 'Viksit Bharat'…" pic.twitter.com/znJG2tBVuv
— ANI (@ANI) September 9, 2025
ચૂંટણી પૂર્વે એનડીએએ પોતાની તૈયારીઓ સુવ્યવસ્થિત રાખવા માટે સંસદ ભવનમાં વિશાળ બેઠક બોલાવી હતી. આ બેઠકમાં વડાપ્રધાન મોદી પણ હાજર રહ્યા હતા અને તમામ સાંસદોને મતદાનની પ્રક્રિયા અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પ્રત્યેક સાંસદને ટ્રેનિંગ આપીને ખાતરી કરવામાં આવી કે મતદાન સમયે કોઈપણ પ્રકારની ભૂલ કે ગેરસમજ ન થાય.
આ ચૂંટણીના પરિણામો પરથી દેશના રાજકીય દિશા-દશામાં થોડો ફરક આવી શકે છે. ઉપરાષ્ટ્રપતિ તરીકે જે વ્યક્તિ ચૂંટાઈ આવશે તે રાજ્યસભાના અધ્યક્ષ પણ બનશે, જેના કારણે આવનારા કાનૂની પ્રક્રિયા, ચર્ચાઓ અને વિધાન પર તેનું મહત્વપૂર્ણ પ્રભાવ પડશે. હાલની પરિસ્થિતિને જોતા સ્પષ્ટ છે કે એનડીએ પોતાના ઉમેદવારને વિજયી બનાવવામાં સફળ રહેશે અને આ જીત વડાપ્રધાન મોદીના નેતૃત્વ હેઠળ એનડીએ માટે એક વધુ રાજકીય સિદ્ધિ ગણાશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel