click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ગુજરાત સરકાર રાજ્ય બહાર યોજશે ‘ગરબા મહોત્સવ’, ઉદયપુરમાં પ્રી-નવરાત્રિ, દિલ્લીમાં શરદપૂનમે પોસ્ટ નવરાત્રિ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ગુજરાત સરકાર રાજ્ય બહાર યોજશે ‘ગરબા મહોત્સવ’, ઉદયપુરમાં પ્રી-નવરાત્રિ, દિલ્લીમાં શરદપૂનમે પોસ્ટ નવરાત્રિ
Gujarat

ગુજરાત સરકાર રાજ્ય બહાર યોજશે ‘ગરબા મહોત્સવ’, ઉદયપુરમાં પ્રી-નવરાત્રિ, દિલ્લીમાં શરદપૂનમે પોસ્ટ નવરાત્રિ

યુનેસ્કો દ્વારા માનવતાના 'અમૂર્ત સાંસ્કૃતિક વારસા' તરીકે માન્યતા મેળવનાર ગુજરાતના સુપ્રસિદ્ધ લોક નૃત્ય ગરબાના તાલે હવે ઉદયપુરવાસીઓને પણ રમાડવા રાજ્ય સરકાર દ્વારા નવતર અભિગમ હાથ ધરવામાં આવ્યો છે.

Last updated: 2025/09/08 at 6:01 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

યુનેસ્કો દ્વારા માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસા તરીકે માન્યતા પ્રાપ્ત કરાયેલ ગુજરાતનું સુપ્રસિદ્ધ લોકનૃત્ય ગરબા હવે ઉદયપુરની ધરતી પર પણ ગુંજશે. ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા ગુજરાતની પરંપરા, સંસ્કૃતિ અને ઉત્સવની ઊર્જાને નવી ઓળખ આપવા માટે પ્રથમવાર “વાઇબ્રન્ટ ગુજરાત પ્રી-નવરાત્રી ફેસ્ટિવલ 2025”નું આયોજન કરવામાં આવ્યું છે. આ ભવ્ય ઉત્સવનું આયોજન 14 સપ્ટેમ્બર, 2025ના રોજ સાંજે 7:30 કલાકે ઉદયપુરના ફિલ્ડ ક્લબ ખાતે થવાનું છે, જ્યાં સૌપ્રથમવાર રાજસ્થાનના નાગરિકોને ગુજરાતી ગરબા, લોકનૃત્યો અને સંસ્કૃતિના તાલે ઝૂમવાની અનોખી તક મળશે.

આ વિશેષ પ્રસંગે પ્રખ્યાત ગાયક પાર્થિવ ગોહિલ લાઈવ પરફોર્મન્સ દ્વારા મંચને ઝળહળાવશે. સાથે જ પરંપરાગત તલવાર રાસ, ગોફ ગૂંથણ, મણિયારો રાસ અને ગુજરાતી લોકનૃત્યના રંગોથી એક અવિસ્મરણીય માહોલ સર્જાશે. ઉત્સવનો હેતુ માત્ર મનોરંજન પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે ગુજરાત અને રાજસ્થાન વચ્ચેના સાંસ્કૃતિક સેતુ તરીકે કામ કરશે, જ્યાં લોકો ગરબાની માત્ર તાલ-લય જ નહીં, પરંતુ તેની પાછળની ભાવના અને પરંપરા સાથે પણ જોડાઈ શકશે.

આ ઉત્સવની પૂર્વ તૈયારી રૂપે 8 થી 13 સપ્ટેમ્બર, 2025 દરમિયાન ઉદયપુરના JCA ડાન્સ એન્ડ સ્પોર્ટ્સ ફિટનેસ હબ ખાતે નિઃશુલ્ક ગરબા વર્કશોપનું આયોજન પણ કરવામાં આવ્યું છે. અહીં સવારે 10 થી 1 અને સાંજે 7 થી 11 કલાક સુધી વર્કશોપ થશે, જ્યાં અનુભવી તાલીમકારો સ્થાનિક નાગરિકો તેમજ મુલાકાતીઓને ગરબાની લય, સ્ટેપ્સ અને પરંપરાની સમજ આપશે. રસ ધરાવતા લોકો માટે વધુ માહિતી માટે મો. 63581 44611 ઉપર સંપર્કની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

ગુજરાત ટુરિઝમના પ્રવક્તાએ જણાવ્યું કે આ ફેસ્ટિવલનો મુખ્ય ઉદ્દેશ્ય સહભાગીઓને ગરબાની ઊર્જા, એકતા અને સંસ્કૃતિની ભાવના સાથે જોડવાનો છે. આ માત્ર નૃત્ય-સંગીત પૂરતું મર્યાદિત નહીં રહે, પરંતુ તેમાં ગુજરાતની સમૃદ્ધ હસ્તકલા, પરંપરાગત વ્યંજનો અને સાંસ્કૃતિક પ્રદર્શનોનો પણ સમાવેશ થશે, જેથી દરેક મુલાકાતીને ગુજરાતનો પ્રામાણિક અનુભવ મળી રહે.

આ પ્રસંગે દરેક ભાગલેનાર માટે પરંપરાગત પોશાક ફરજિયાત રહેશે, જેથી માહોલમાં રંગીનતા અને પરંપરાનો સ્પર્શ જીવંત રહે. સાથે જ શ્રેષ્ઠ પરંપરાગત વેશભૂષા, શ્રેષ્ઠ ગરબા પ્રદર્શન અને શ્રેષ્ઠ ખેલૈયાઓને રૂ. 5000/- સુધીના આકર્ષક ઇનામો અને વાઉચર આપીને સન્માનિત કરવામાં આવશે. ખાસ વાત એ છે કે કાર્યક્રમમાં પ્રવેશ સર્વે નાગરિકો માટે નિઃશૂલ્ક રાખવામાં આવ્યો છે, જેથી વધુમાં વધુ લોકો આ ઉત્સવનો લાભ લઈ શકે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત પ્રવાસન નિગમ પ્રથમવાર દિલ્હી ખાતે પણ નવરાત્રી બાદ શરદપૂનમની રાત્રે વિશેષ ગરબા મહોત્સવ યોજશે, જેનાથી ગરબાની પરંપરા દેશભરમાં પ્રસરે તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ સમગ્ર આયોજનથી ગુજરાતની સાંસ્કૃતિક ધરોહર નવા પરિમાણ સાથે ઉજાગર થશે અને ઉદયપુરવાસીઓને ગરબાના તાલે એક અનોખો અને યાદગાર અનુભવ મળશે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @india, breakingnews, CM Gujarat, Delhi, Garba Mahotsav, guajrti news, gujarat, gujarat cm, gujarati news, latest news, Narendra Modi, news channel in india, oneindianews, post-navratri, pre-navratri, Sharad Poonam, top news channel, topnews, topnewschannelinindia, udaipur, અમૂર્ત સાંસ્કૃતિક વારસા, કેન્દ્ર અને રાજ્ય સરકાર, ગરબા મહોત્સવ, ગુજરાત, ગુજરાત ટુરિઝમ, ગુજરાત પ્રવાસન નિગમ, ગુજરાત સરકાર, યુનેસ્કો, લોક નૃત્ય

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team સપ્ટેમ્બર 8, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article આધાર નાગરિકતાનો પુરાવો નહીં, પણ બિહાર SIRમાં 12મા દસ્તાવેજ તરીકે થશે સ્વીકાર : સુપ્રીમ કોર્ટ
Next Article ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી : PM મોદીએ કર્યું મતદાન, રાધાકૃષ્ણને મંદિરમાં કરી પૂજા-અર્ચના

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?