અમદાવાદીઓ માટે ફરી એકવાર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે કારણ કે સાબરમતી નદીમાં પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો છે. ઉત્તર ગુજરાતમાં અનરાધાર વરસાદને કારણે નદીઓ, તળાવો અને જળાશયો છલકાઈ ગયા છે. ધરોઈ ડેમમાં પાણીની આવક વધતા હાલ તેનું જળસ્તર 188.18 મીટર સુધી પહોંચી ગયું છે અને ડેમ 82.62% ક્ષમતા સુધી ભરાઈ ચૂક્યો છે. છેલ્લા 24 કલાકમાં છોડવામાં આવેલ પાણી અને સુભાષબ્રિજ ખાતેના જળસ્તરને ધ્યાને લઈને આજે સાબરમતી નદી પર હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
▶️ વાસણા બેરેજના ગેટ નંબર 3 થી 29 (કુલ 27 ગેટ) ખોલી સાબરમતી નદીમાં હાલ 94056 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યુ છે, હજુ વધારે પાણી છોડવાની સંભાવના છે.
▶️ સંભવિત અસરગ્રસ્ત શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારના લોકોએ તકેદારી રાખવા અપીલ.#AhmedabadRain #Monsoon2025 #Alert pic.twitter.com/7VYmFsvlED
— Info Ahmedabad GoG (@infoahdgog) August 26, 2025
સાબરમતી નદી ઉપર સ્થિત સંત સરોવર ખાતે હાલ 96,234 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે નદીના પ્રવાહમાં નોંધપાત્ર વધારો થયો છે. આ ઉપરાંત, વાસણા બેરેજ પરથી હાલ 94,056 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેમાં આગામી કલાકોમાં વધુ વધારો થવાની શક્યતા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નદીકાંઠાના વિસ્તારો અને ગામડાઓને એલર્ટ આપવામાં આવ્યું છે તેમજ સ્થાનિક પ્રશાસન અને અધિકારીઓને જરૂરી સુરક્ષાત્મક પગલાં લેવા સૂચના આપવામાં આવી છે.
ગુજરાતમાં આ વર્ષે ચોમાસું ધમધમતું રહ્યું છે. અત્યારસુધી સરેરાશ 27.50 ઇંચ, એટલે કે 80 ટકા વરસાદ પડી ચૂક્યો છે. રાજ્યના 37 તાલુકાઓમાં 40 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે જળાશયો છલોછલ થઈ રહ્યા છે. હાલ રાજ્યના 207 જળાશયોમાં સરેરાશ જળસ્તર 78.82 ટકા છે, જેમાંથી 59 જળાશયો સંપૂર્ણપણે ભરાઈ ચૂક્યા છે, જ્યારે 78 જળાશયો હાઇ એલર્ટ પર છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel