મહંત સ્વામી અબુધાબીમાં હિંદુ મંદિરના ઐતિહાસિક ઉદ્ઘાટનની અધ્યક્ષતા માટે યુએઈના રાજ્ય અતિથિ તરીકે પહોંચ્યા છે. મહંત સ્વામીનું યુએઈના સહિષ્ણુતા મંત્રી શેખ નહયાન મબારક અલ નાહયાન દ્વારા સ્વાગત કરાયું હતું.* મંત્રીએ મહંત સ્વામીને કહ્યું કે, ‘આપની હાજરીથી આ દેશ ધન્ય છે. અમે તમારી દયાથી પ્રભાવિત થયા છીએ અને અમે તમારી પ્રાર્થના અનુભવીએ છીએ.’
મહંત સ્વામીએ તેમને ઉષ્માભર્યો જવાબ આપ્યો હતો કે, ‘અમે તમારા પ્રેમ અને આદરથી પ્રભાવિત થયા છીએ. યુએઈના નેતાઓ મહાન, સારા અને વિશાળ હૃદય ધરાવે છે.’ રાજ્યના અતિથિ તરીકેની તેમની સ્થિતિને પ્રતિબિંબિત કરતા, મહંત સ્વામીનું અલ-અથ્યાલા રજૂ કરતા નર્તકો, ડ્રમવાદકો અને ગીતકારોના સમૂહ દ્વારા અરબી શૈલીમાં સ્વાગત કરાયું હતું, જે સામાન્ય રીતે રાષ્ટ્રીય રજામાં તેમ જ મુલાકાતી વડાઓના સ્વાગત સમારોહ માટે આરક્ષિત એક અભિવ્યક્ત પરંપરાગત સાંસ્કૃતિક પ્રદર્શન છે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન સહિત મહાનુભાવોની હાજરીમાં 14 ફેબ્રુઆરીએ મંદિરનો ભવ્ય ઉદ્ઘાટન સમારંભ યોજવામાં આવશે.
ઉદઘાટન સમારંભમાં સંવાદિતા ઉત્સવ સાથે વિવિધ કાર્યક્રમો યોજાશે
બીએપીએસના મંદિરનું ઉદ્ઘાટન ‘સંવાદિતાના ઉત્સવ’ દ્વારા ઊજવાશે. ઉત્થાનકારી કાર્યક્રમો અને સમુદાય કાર્યક્રમોની શ્રેણી જે વિશ્વાસને મજબૂત કરવા, સમુદાય સેવાને ગતિશીલ બનાવવા અને તમામ પેઢીઓ અને પૃષ્ઠભૂમિના લોકોમાં સંવાદિતાને પ્રેરિત કરવા પર કેન્દ્રિત છે.