સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ 10 નવેમ્બર 2024 ના રોજ તેમના પદ પરથી નિવૃત્ત થઈ રહ્યા છે. તેમણે દેશના આગામી મુખ્ય ન્યાયાધીશ માટે જસ્ટિસ સંજીવ ખન્નાનું નામ કેન્દ્ર સરકારને મોકલ્યું છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક સામાન્ય રીતે વરિષ્ઠતાના સિદ્ધાંત અનુસાર કરવામાં આવે છે.
CJI સુપ્રીમ કોર્ટ કોલેજિયમના વડા છે, જે સુપ્રીમ કોર્ટ અને દેશની વિવિધ ઉચ્ચ અદાલતોમાં ન્યાયાધીશોની નિમણૂકની ભલામણ કરે છે. CJI DY ચંદ્રચુડ 2 વર્ષ સુધી આ પદ સંભાળ્યા બાદ નિવૃત્ત થવાના છે. તેમનો કાર્યકાળ પૂરો થાય તે પહેલા તેમણે તેમના અનુગામીના નામની ભલામણ કરી છે.
Chief Justice of India DY Chandrachud has formally proposed Justice Sanjiv Khanna as his successor. In a communication to the Union government, Chief Justice Chandrachud stated that since he is demitting office on November 11, Justice Khanna would be his successor.
Upon approval… pic.twitter.com/LgH8PqvDyr
— ANI (@ANI) October 17, 2024