ભારતમાં લોકો માટે ક્રિકેટ એક ધર્મ સમાન છે, જેનું પ્રમાણ આ વખતે ભારતમાં યોજાયેલા ODI World Cup 2023માં જોવા મળ્યું હતું. ભારતીય ટીમ ભલે વર્લ્ડકપની ટ્રોફી જીતી શકી ન હતી પરંતુ ICC અને BCCIએ ODI World Cup 2023થી ખુબ કમાણી કરી હતી. જુદા જુદા અહેવાલો મુજબ ODI World Cup 2023થી ભારતીય અર્થવ્યવસ્થાને આશરે 22,000 કરોડ રૂપિયાનો નફો થયો છે.
આટલી છે BCCIની નેટવર્થ
વર્ષ 2008માં IPLનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારથી BCCIની બેલેન્સ શીટ સતત વધી રહી છે. હાલમાં મળેલા અહેવાલો મુજબ BCCIની નેટવર્થ વધીને 18,760 કરોડ રૂપિયા પહોંચી ગઈ છે. BCCIની નેટવર્થ બીજા નંબર પર વિરાજમાન ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ કરતા 28 ગણા વધુ છે. ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ બોર્ડની નેટવર્થ 658 કરોડ રૂપિયા છે. આ તફાવત એ સમજાવવા માટે પૂરતો છે કે સમગ્ર ક્રિકેટ જગતમાં BCCIનું આટલું વર્ચસ્વ કેમ છે. આ વર્ષે નવેમ્બરમાં ભારતીય ક્રિકેટ બોર્ડે તેની સંપત્તિ 2.25 અબજ રૂપિયા દર્શાવી હતી.
ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ ત્રીજા નંબરે
એક અહેવાલ મુજબ ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ બોર્ડની નેટવર્થ 78 મિલિયન ડોલર (658 કરોડ રૂપિયા) છે. ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડની કમાણીમાં સૌથી મોટું યોગદાન બિગ બેશ લીગનું છે. બિગ બેશ લીગ (BBL) દુનિયાની જાણીતી લીગ ટુર્નામેન્ટમાંની એક છે. જયારે ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB)ની નેટવર્થ 59 મિલિયન ડોલર છે. તે આ લીસ્ટમાં ત્રીજા નંબરે છે