ખેડા જિલ્લા કઠલાલ મા સતત દોડતી ને અવિરતપણે સેવા આપી રહેલ ૧૦૮ ઈએમઆરાઈ ગ્રીન હેલ્થ સર્વિસ દ્વાર ફરી એકવાર એક સગર્ભા બહેન માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ.
ગત તારીખ ૦૬/૦૧/૨૪ ના રોજ રાત્રે કઠલાલ ૧૦૮ એમ્બ્યુલન્સ ને કઠલાલ સરકારી હોસ્પિટલમાંથી એક ડીલેવરી નો કેશ મળ્યો કેશ મળતા જ તાત્કાલિક કઠલાલ ૧૦૮ ના હાજર સ્ટાફ ઈમટી ઈરફાન ભાઈ ને પાઈલોટ દેવાંશુ ભાઈ સ્થળ પર જય ને તપાસ કરતા માલુમ પડ્યું કે પેશસ્ટ મંજુલાબેન રાજુભાઈ પરમાર ને ચોથી ડિલેવરી નો દુખવો થતો હતો ને વધુ સારવાર અર્થે નડીઆદ સિવિલ હોસ્પિટલ ૧૦૮ માં રીફર કરવામાં આવ્યા હતા ત્યારે અચાનક રસ્તા મા મંજુલા બેન ને અસહ્ય દુખવો ઉપડતા એમ્બ્યુલન્સ મા જ ડીલેવરી કરાવી પડે એવી પરિસ્થિતિ હતી તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ ના સ્ટાફ ઈમટી ઈરફાન ભાઈ અને પાઈલોટ દેવાંશુ ભાઈ એ સાવચેતી રાખી ને એમ્બ્યુલન્સ ને રોડ ની સાઈડ પર મહુધા ફિણાવ ભાગોળ ઉભી રાખી ને તાત્કાલિક અમારા ઉપલા અધિકારી ની સલાહ લઈને સફડતા પૂર્વક નોરમલ ડીલેવરી કરાવી હતી ને બાળક ના ગળામા નાળ વીટડાયેલ હતી તે છતાં પણ અમારા ઉપલા અધિકારી ની સલાહ લઈને ૧૦૮ ના સ્ટાફે સફડતા પૂર્વક ડિલેવરી કરાવી હતી ને બાળક નો જન્મ થયો હતો બાળક નો જન્મ થતા પરિવાર મા ખુશી નો માહોલ સર્જયો હતો ને બાળક અને માતા બન્ને તંદુરસ્ત છે.વધુ સારવાર અર્થે નજીક ની મહુધા સરકારી હોસ્પિટલ મા દાખલ કરવામાં આવેલ છે.આવી ઉતકષૅ ને સાહસનીય કમગીરી કરવા બદલ ડોક્ટર તથા મંજુલાબેન ના પરિવારે કઠલાલ ૧૦૮ એમ્બ્યુલન્સ ની સેવા નો તથા ૧૦૮ એમ્બ્યુલન્સ ના સ્ટાફ ઈરફાન ભાઈ તથા પાઈલોટ દેવાંશુ ભાઈ ને ખુબ ખુબ અભિનંદન આપ્યા હતા.