તારીખ 19/12/2023 ના રોજ બપોરે 13:15 કલ્લાકે 108 એમ્બ્યુલન્સને ખેડાના નડીયાદ સિવિલ હોસ્પિટલમાં થી અમદાવાદ સિવિલ 1200 બેડ નવજાત શિશુ ને મોટી સિવિલ અમદાવાદ મોકલાવ માટે 108 ને કોલ મળતા તાત્કાલિક ખેડા 108 ના હાજર સ્ટાફ ઈ.એમ.ટી ઋત્વિક પટેલ ને પાઈલોટ સુનીલ પરમાર તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. નવજાત બાળક ક્રિત્રિકલ જનતા કુત્રિમ શ્વાસ જેમ કે અમ્બુબેગ થી શ્વાસ આપતા એમ્બ્યુલન્સ માં બાળક ને તાત્કાલિક લઈ ને સ્થળ પરથી અમદાવાદ મ જવા રવાના થયા હતા. રસ્તામાં જતા બાળકની હાલત ગંભીર જણાતા જરૂર તાપાસ કરી ને બાળક ના ધબકારા અને ઓક્સિજન લેવલ ઓછું જણાતા cpr આપી ને ફિઝિશિયન Dr. ની સલાહથી જરૂર ઇન્જેક્શન આપી ને બાળક ને ક્રિટીકલ કન્ડીશનમાંથી બાર કાઢી ને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં માં વધારે સારવાર માટે સિફટ કરીને બાળક ને નવું જીવન આપવા માં 108 એમ્બ્યુલન્સ સફળ રહી છે.
આવી ઉત્કૃષ્ટ અને સરાહનીય કામગીરી કરવા બદલ હોસ્પિટલના ડોક્ટર તથા નવજાત શિશુ ના પરિવારે ખેડા 108 એમ્બ્યુલન્સ ની સેવાનો તથા 108 એમ્બ્યુલન્સના સ્ટાફ ઇ.એમ.ટી ઋત્વિક પટેલ તથા પાઈલોટ સુનિલભાઈનો આભાર વ્યકત કર્યો હતો.
રિપોર્ટર – યેશા શાહ(ખેડા)