રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનની ભારત મુલાકાત દરમિયાન દ્વિપક્ષીય સંબંધોમાં નવા અધ્યાયની શરૂઆત થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પુતિને સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજીને ભારત-રશિયા સહયોગને વધુ ગાઢ બનાવવા માટે 7 મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર કર્યા હોવાનું જાહેર કર્યું. આ કરારો પ્રવાસન, હેલ્થકેર, ફૂડ સેફ્ટી, દરિયાઈ સહકાર, ખાતર ઉત્પાદન તેમજ શ્રમિક ગતિશીલતા જેવા અનેક વ્યૂહાત્મક ક્ષેત્રોને આવરી લે છે. સૌથી મહત્વની જાહેરાત એ હતી કે રશિયાના નાગરિકોને ભારત હવે 30 દિવસનો મફત ઈ-ટુરિસ્ટ વિઝા આપશે, જે બંને દેશોનાં લોકો વચ્ચે સંસ્કૃતિક અને આર્થિક જોડાણ વધારશે.
#WATCH | Delhi: At the India-Russia Business Forum, PM Narendra Modi says, "President Putin and I set a goal of exceeding the $100 billion target for bilateral trade by 2030. But from my conversations with President Putin since yesterday, and the potential we see, I don't think… pic.twitter.com/HoipTGTmrj
— ANI (@ANI) December 5, 2025
બંને દેશો વચ્ચે જે કરારો પર હસ્તાક્ષર થયા છે તેમાં મુખ્યત્વે નીચેના મુદ્દાઓનો સમાવેશ થાય છે
•કોઑપરેશન અને માઇગ્રેશન એગ્રીમેન્ટ
•અસ્થાયી શ્રમિક ગતિવિધિ પર કરાર
•હેલ્થકેર અને મેડિકલ એજ્યુકેશન પર કરાર
ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ્સ પર કરાર
•પોલર શિપ (Polar Ship) પર કરાર
•મેરિટાઇમ કોઑપરેશન પર કરાર
•ફર્ટિલાઇઝર (ખાતરો) પર કરાર
યુરિયા ઉત્પાદનમાં આત્મનિર્ભરતા તરફ
ફર્ટિલાઇઝર અંગેના કરારને ભારત માટે મોટો ફાયદો માનવામાં આવે છે. આ કરાર હેઠળ, ભારત અને રશિયા સંયુક્ત રીતે યુરિયાનું ઉત્પાદન કરશે. ભારત હાલમાં રશિયા પાસેથી મોટા પાયે યુરિયાની આયાત કરે છે. સંયુક્ત ઉત્પાદન શરુ થવાથી ભારતને યુરિયાની આયાત પરની નિર્ભરતા ઘટાડવામાં મદદ મળશે.
#WATCH | Delhi: At the India-Russia Business Forum, Russian President Vladimir Putin says, "…the Russian delegation did not only come to discuss energy issues and sign contracts for the supplies of oil and gas. What we want is the development of our multifaceted relations with… pic.twitter.com/QwmNMezS7M
— ANI (@ANI) December 5, 2025
ભારતીય શ્રમિકો અને રશિયનોને લાભ
ભારતીય શ્રમિકો માટે આ કરાર ખૂબ સારા સમાચાર છે. આનાથી ભારતીય શ્રમિકો વ્યવસ્થિત રીતે રશિયા મુસાફરી કરી શકશે અને વધુ સારા પગાર મેળવી શકશે. યુરોપિયન દેશોમાં નિયમો કડક થતાં આ કરાર મહત્ત્વપૂર્ણ બન્યો છે. વડાપ્રધાન મોદીએ રશિયાના લોકો માટે એક મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી કે ભારતે રશિયનો માટે મફત ઈ-ટૂરિસ્ટ વિઝા શરુ કર્યા છે, જે 30 દિવસ માટે માન્ય રહેશે. નોંધનીય છે કે, કેનેડા અને યુકે જેવા યુરોપિયન દેશોમાં વધતા કડક સ્થળાંતર નિયમો વચ્ચે આ કરાર રાહત પૂરી પાડે છે.
#WATCH | Delhi: At the India-Russia Business Forum, PM Narendra Modi says, "Defence and space have been opened to the private sector. This has created new opportunities in these sectors. Now we are going to open the door to new possibilities in the civil-nuclear sector as well.… pic.twitter.com/0Aqvw6pxWE
— ANI (@ANI) December 5, 2025
યુક્રેન સંકટ પર વડાપ્રધાન મોદીનું મોટું નિવેદન
પુતિન સાથેની બેઠકમાં યુક્રેન સંકટ પર વાત કરતાં વડાપ્રધાન મોદીએ કહ્યું, કે ‘યુક્રેન મુદ્દે આપણી વચ્ચે સતત ચર્ચા થતી રહે છે. એક સાચા મિત્રના રૂપે તમે પણ તમામ ઘટનાઓથી અમને પરિચિત કર્યા. મને વિશ્વાસ છે કે વિશ્વ ફરી શાંતિના માર્ગ પર પરત ફરશે. પાછલા દિવસોમાં જ્યારે પણ મારી દુનિયાના નેતાઓ સાથે વાત થઈ ત્યારે મેં વારંવાર કહ્યું છે કે ભારત ન્યૂટ્રલ ( તટસ્થ ) નથી, ભારત શાંતિના પક્ષમાં છે. શાંતિના તમામ પ્રયાસોમાં અમે તમારી સાથે ખભેથી ખભો મિલાવીને ઊભા છીએ. વિશ્વએ કોવિડથી લઈને અત્યાર સુધી ઘણા સંકટ જોયા છે, આશા છે કે હવે પ્રગતિની રાહ પર આગળ વધશે.’ જેના જવાબમાં પુતિને પણ કહ્યું કે, રશિયા પણ શાંતિના જ પક્ષમાં છે. યુક્રેન સંઘર્ષ પર વાતચીત ચાલી રહી છે અને હું તમને આ વિષય અંગે સમય સમય પર અપડેટ આપતો રહીશ.
#WATCH | Delhi: At the India-Russia Business Forum, PM Narendra Modi says, "…India is today a global leader in affordable, efficient EVs, two-wheelers, and CNG mobility solutions. Russia is a major producer of advanced materials. Together, we can partner in EV manufacturing,… pic.twitter.com/qgtIFiexXF
— ANI (@ANI) December 5, 2025
PM મોદીએ પુતિનને દીર્ઘદૃષ્ટા નેતા ગણાવ્યા
પુતિન સાથેની દ્વિપક્ષીય બેઠકમાં વડાપ્રધાન મોદીએ કહ્યું, કે 2001માં તમે પદ સંભાળ્યું અને પહેલીવાર ભારત આવ્યા હતા, તે વાતને 25 વર્ષ થઈ ગયા. તે પહેલી ભારત મુલાકાતમાં તમે બંને દેશો વચ્ચેના મજબૂત સંબંધોનો પાયો નાંખ્યો હતો. મારા માટે પણ ખુશીની વાત છે કે તમારા અને મારા સંબંધોને પણ 25 વર્ષ થયા. તમે 2001માં જે ભૂમિકા નિભાવી તે એક દીર્ઘદૃષ્ટા નેતાનું ઉત્તમ ઉદાહરણ છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel
🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat
🔗 https://www.youtube.com/@oneindianewscom