અમદાવાદ, શુક્રવાર: ૦૫ ડિસેમ્બર, ૨૦૨૫ ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ (જીએમડીસી ગ્રાઉન્ડ), અમદાવાદ ખાતે આજે ‘સ્વદેશોત્સવ ૨૦૨૫’ નો ભવ્ય પ્રારંભ થયો, જે સ્વદેશી ઉત્પાદનો, MSME, સ્ટાર્ટઅપ્સ અને ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક ઓળખનું સૌથી મોટું પ્રદર્શન છે.
આ પાંચ દિવસીય મહોત્સવનું ઉદ્ઘાટન ભારતના કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહજીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી અને નાયબ મુખ્યમંત્રી હર્ષસંઘવીજી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
‘સ્વદેશોત્સવ’ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સંગઠનનું પ્રતિનિધિત્વ કરતાં અખિલ ભારતીય રાષ્ટ્રીય સંગઠનના માનનીય કાશ્મીરી લાલજી, ક્ષેત્ર સંગઠક મનોહરલાલજી, અને પ્રાંત સહસંપર્ક પ્રમુખ ઈશ્વર સજ્જનજીની પ્રેરક હાજરી રહી હતી.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ખાસ ઉપસ્થિતિથી સ્વદેશી ઝુંબેશને પ્રબળ સહકાર મળ્યો.
સ્વદેશોત્સવની વિશેષતાઓ:
આ પાંચ દિવસીય મેગા એક્ઝિબિશનમાં દેશભર માંથી ૬૦૦થી વધુ સ્ટોલ સ્થાપિત કરવામાં આવ્યા છે, જેમાં હેન્ડલૂમ, હસ્તકલા, કૃષિઉત્પાદનો, MSME અને નવીન સ્ટાર્ટઅપ્સના ઉત્પાદનો પ્રદર્શિત થઈ રહ્યા છે. આ મહોત્સવ ૦૯ ડિસેમ્બર ૨૦૨૫ સુધી ચાલશે અને તેમાં ૨.૫ લાખથી વધુ મુલાકાતીઓ આવવાનો અંદાજ છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel