ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા ભારતીય હથિયારો યુરોપિયન ગ્રાહકો દ્વારા યુક્રેનના મોકલવાના દાવાને ફગાવી દીધા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે ‘અમે આવા સમાચાર વિશે માહિતી મળી છે. આ કાલ્પનિક અને ભ્રામક છે.’
Our response to media queries on Reuters report on diversion of Indian Defence Exports to Ukraine:https://t.co/uvfgB8gF3f pic.twitter.com/3qIVU0W9YW
— Randhir Jaiswal (@MEAIndia) September 19, 2024
નિયમોનું ઉલ્લઘંન જેવું કંઈ નથી ભારતીય : વિદેશ મંત્રાલય
આ મામલે વિદેશ મંત્રાલયે વધુમાં કહ્યું કે ‘આમાં ભારત દ્વારા નિયમોના ઉલ્લંઘનનો સંકેત આપવામાં આવ્યો છે, જ્યારે એવું કંઈ નથી અને તેથી આ અહેવાલ ખોટા છે. ભારત તેની આંતરરાષ્ટ્રીય જવાબદારીઓને ધ્યાનમાં રાખીને અને તેના પોતાના મજબૂત કાયદાકીય અને નિયમનકારી માળખાના આધારે તેના સંરક્ષણ નિકાસના અપ્રસારને અનુસરી રહ્યું છે, જેમાં અંતિમ-યુઝર્સની જવાબદારીઓ અને પ્રમાણપત્ર સહિત સંબંધિત માપદંડોના સંપૂર્ણ મૂલ્યાંકનનો સમાવેશ થાય છે.’
રશિયા સામે યુક્રેનની રક્ષામાં મદદ કરવા માટે ભારતમાં બનેલા દારૂગોળાનું ટ્રાન્સફર એક વર્ષથી વધુ સમયથી ચાલી રહ્યું છે. અહેવાલમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ભારતીય શસ્ત્ર નિકાસ નિયમો જાહેર ખરીદદારોને શસ્ત્રોની ઍક્સેસને મર્યાદિત કરે છે, જેઓ અનધિકૃત ટ્રાન્સફર થાય તો ભાવિ વેચાણ સમાપ્ત થવાનું જોખમ ધરાવે છે, પરંતુ રશિયાના વિરોધ છતાં, નવી દિલ્હીએ વેપાર રોકવા માટે દખલગીરી કરી નથી.