જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા વચ્ચે વડાપ્રધાન મોદી બિહારમાં છે. મધુબનીમાં પીએમ મોદીની રેલીમાં પાકિસ્તાન મુર્દાબાદના નારા લાગ્યા. દરમિયાન રેલીને સંબોધિત કરવા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા વિશે પણ વાત કરી. બિહારથી પીએમ મોદીએ ગર્જના કરી કે આતંકવાદીઓનો સફાયો કરવાનો સમય આવી ગયો છે. તમારી કલ્પના કરતાં પણ મોટી સજા મળશે.
આ રેલીમાં, પોતાના ભાષણની શરૂઆતમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલા થોડા સમય માટે મૌન પાળીને પહેલગામમાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં સ્પષ્ટ કરી દીધું છે કે દેશની આત્માને નુકસાન પહોંચાડનારા આતંકવાદીઓને કોઈપણ કિંમતે છોડવામાં આવશે નહીં.
22 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ નિર્દોષ લોકોને જેટલી ક્રુરતાથી હત્યા કરી તેનાથી કરોડો દેશવાસીઓ દુઃખી છે. તમામ પીડિત પરિવારોના આ દુઃખમાં આખો દેશ તેમની સાથે ઉભો છે. જે ઘાયલોની હજુ પણ સારવાર ચાલી રહી છે, તેઓ જલ્દી સ્વસ્થ થાય એના માટે પણ સરકાર પ્રયાસો કરી રહી છે.
#WATCH | Prime Minister Narendra Modi strongly criticised the Pahalgam terror attack while addressing a public meeting in Bihar's Madhubani
He says, "Today, on the soil of Bihar, I say to the whole world, India will identify, trace and punish every terrorist and their backers.… pic.twitter.com/216kBwOryv
— ANI (@ANI) April 24, 2025