click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ગુજરાતમાં ઘરે ઘરે જઈને કરાશે આધાર વેરિફિકેશન, રદ્દ કરવામાં આવશે આ લોકોના કાર્ડ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ગુજરાતમાં ઘરે ઘરે જઈને કરાશે આધાર વેરિફિકેશન, રદ્દ કરવામાં આવશે આ લોકોના કાર્ડ
Gujarat

ગુજરાતમાં ઘરે ઘરે જઈને કરાશે આધાર વેરિફિકેશન, રદ્દ કરવામાં આવશે આ લોકોના કાર્ડ

મૃત વ્યક્તિના આધારકાર્ડનો દુરુપયોગ ન થાય તે માટે કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજ્યોમાં 100થી વધુ વયના વૃદ્ધોનું ઘરે ઘરે જઈને આધારકાર્ડનું વેરિફિકેશન કરવા સૂચના આપવામા આવી છે.જો 100થી વધુ વયના કોઈ વૃદ્ધ મૃત્યુ પામ્યા હશે અને તેમનું આધારકાર્ડ ડેટામાં એક્ટીવ હશે તો પરિવાર પાસેથી ડેથ સર્ટિફિકેટ લઈને ઓનલાઈન અપલોડ કરાશે અને આધારકાર્ડ રદ્દ કરાશે.

Last updated: 2025/07/15 at 6:42 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

મૃત વ્યક્તિના આધારકાર્ડનો દુરુપયોગ ન થાય અને આધાર ડેટામાં ચોકસાઈ રહે તે માટે ભારત સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) દ્વારા તમામ રાજ્યોના સચિવોને પત્ર લખી સૂચના આપવામાં આવી છે કે, 100 વર્ષથી વધુ ઉંમરના તમામ વ્યક્તિઓના આધારકાર્ડનું ઘર જઈને વેરિફિકેશન કરવું જરૂરી છે. સરકારના આ નિર્ણયનો મુખ્ય હેતુ એ છે કે જો આવી ઉંમરના કોઈ વ્યક્તિ મૃત્યુ પામ્યા હોય, અને તેમનું આધારકાર્ડ હજુ પણ સક્રિય હોય, તો તેના દુરુપયોગની શક્યતાઓ ટાળી શકાય.

આ પ્રક્રિયા હેઠળ અધિકૃત કર્મચારીઓ શહેરી વિસ્તારોમાં કોર્પોરેશન મારફતે અને ગ્રામ્ય વિસ્તારોમાં કલેક્ટર કચેરીના માધ્યમથી 100 વર્ષથી વધુ ઉંમરના લોકોના સરનામાં જઈને તેમની હાજરીની પુષ્ટિ કરશે. જો વ્યક્તિનિધન પામ્યા હશે, તો તેમના પરિવારજનો પાસેથી ડેથ સર્ટિફિકેટ મેળવવામાં આવશે અને તેને UIDAIની વેબસાઇટ પર ઓનલાઈન અપલોડ કરવામાં આવશે. તેના આધારે સંબંધિત આધારકાર્ડ રદ્દ (deactivate) કરવામાં આવશે અને વ્યક્તિના બાયોમેટ્રિક ડેટા (ફિંગરપ્રિન્ટ, આયરિસ, વગેરે) લોક થઈ જશે જેથી દુરુપયોગ અટકાવી શકાય.

સત્તાવાર માહિતી અનુસાર, હવે દેશભરમાં આવતા સમયમાં આ વેરિફિકેશન પ્રક્રિયા તબક્કાવાર રીતે શહેરો, તાલુકાઓ અને ગામોમાં શરૂ થશે. આ માટે UIDAI દ્વારા રાજ્ય સરકારોને જરૂરિયાત મુજબ ડેટા પણ આપવામાં આવ્યો છે, જેમાં 100 વર્ષથી વધુ ઉંમરના એક્ટિવ આધારકાર્ડ ધારકોના નામ અને સરનામાની માહિતી હોય છે. જો તે વ્યક્તિ જે સરનામે દર્શાવવામાં આવ્યા છે ત્યાં ન રહેતા હોય, તો તેના વિશે પણ નોંધ લેવામાં આવશે.

આ સાથે કેન્દ્ર સરકાર દ્વારા એક નવી ઓનલાઈન સેવા પણ શરૂ કરવામાં આવી છે, જેના માધ્યમથી મૃત્યુના કેસમાં કોઈ પણ પરિવારજનો ઓનલાઈન આધારકાર્ડ રદ્દ કરવાની પ્રક્રિયા કરી શકે છે. આ માટે તેમની પાસે મૃતકનું આધારકાર્ડ નંબર અને આધાર સાથે જોડાયેલ મોબાઇલ નંબર હોવો આવશ્યક છે. OTP મળ્યા બાદ તેઓ ડેથ સર્ટિફિકેટ અપલોડ કરી શકશે અને પોતાના સંબંધની વિગતો આપી શકશે. ત્યારબાદ UIDAI બાયોમેટ્રિક્સને લોક કરીને આધારકાર્ડ રદ્દ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરશે.

આ પગલાંસરકારના ડિજિટલ ડેટા વ્યવસ્થાપન અને સુરક્ષાને લગતા દૃષ્ટિકોણને દર્શાવે છે, જેનાથી ફ્રોડ, પેન્શન દુરુપયોગ અને અન્ય નાણાકીય દુરુપયોગ જેવી ઘટનાઓ પર અંકુશ મૂકવામાં મદદ મળશે. તદુપરાંત, આ દ્વારા આધાર ડેટાના વિશ્વસનીયતામાં પણ વધારો થશે.

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: Aadhaar verification, aadhar card, Breaking news, central government, CM Gujarat, gujarat, gujarati news, latest news, news channel in india, oneindianews, top news, આધારકાર્ડ, આધારકાર્ડ અપડેટ, આધારકાર્ડનું વેરિફિકેશન, કેન્દ્ર સરકાર, ગુજરાત, ડેથ સર્ટિફિકેટ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જુલાઇ 15, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article સ્વિટ્ઝરલેન્ડમાં પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા
Next Article તમિલનાડુ સરકારનો મોટો નિર્ણય, સ્કૂલોમાં હવે ‘U’ આકારમાં હશે બેઠક વ્યવસ્થા

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?