પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના વિદેશ પ્રવાસના પ્રથમ તબક્કાના ભાગરૂપે ગુરુવાર, 24 જુલાઈ, 2025ના રોજ બ્રિટનની રાજધાની લંડન પહોંચ્યા, જ્યાં તેમણે તેમના આગમન સાથે જ ભારતીય સમુદાયના લોકોમાં ઉલ્લાસની લહેર જગાવી હતી. લંડન એરપોર્ટ પર પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
लंदन पहुंचे प्रधानमंत्री नरेंद्र मोदी, भारतीय प्रवासी समुदाय के सदस्यों द्वारा किया गया भव्य स्वागत.#UK #London | #PMModi | #NarendraModi pic.twitter.com/SZeQG3ODHt
— One India News (@oneindianewscom) July 24, 2025
બાદમાં, શહેરના વિવિધ ભાગોમાંથી મોટી સંખ્યામાં ભેગા થયેલા એનઆરઆઈ અને સ્થાનિક ભારતીય સમુદાયના લોકો દેશના વડાપ્રધાનને મળવા માટે હાથમાં ત્રિરંગા લઈને કલાકો સુધી કતારમાં ઊભા રહ્યા હતા. નાના બાળકો પારંપરિક ભારતીય પોશાકમાં વડાપ્રધાનને જોયાની આશા સાથે ઉત્સાહભેર ઊભા રહ્યા હતા. પીએમ મોદીએ પોતાના X (ભૂતપૂર્વ Twitter) અકાઉન્ટ પરથી પોસ્ટ કરીને જણાવ્યું કે, “બ્રિટનમાં ભારતીય સમુદાયના સ્વાગતથી હું અભિભૂત છું. ભારતની પ્રગતિ પ્રત્યે તેમનો પ્રેમ અને જુસ્સો અત્યંત પ્રોત્સાહક છે.”
Touched by the warm welcome from the Indian community in the UK. Their affection and passion towards India’s progress is truly heartening. pic.twitter.com/YRdLcNTWSS
— Narendra Modi (@narendramodi) July 23, 2025
આ મુલાકાત દરમિયાન પીએમ મોદીએ ભારતીય ડાયસ્પોરા સાથે વ્યક્તિગત મુલાકાતો પણ કરી. ડાયસ્પોરાના સભ્ય શ્રેયા પારીકે જણાવ્યું કે, “હું પ્રધાનમંત્રી મોદીને મળવા આવી છું. મેં તેમને ઓપરેશન સિંદૂર અને ભારત માટે તેમની કામગીરી માટે અભિનંદન પાઠવ્યા.” જયારે બીજાં એક સભ્ય ભવ્યે જણાવ્યું કે, “વડાપ્રધાને મારી સાથે હાથ મિલાવ્યા અને મને આશીર્વાદ આપ્યો – એ મારી માટે જીવનની સૌથી શ્રેષ્ઠ ક્ષણ હતી.”
#WATCH लंदन, यूनाइटेड किंगडम: प्रधानमंत्री मोदी से मुलाकात के बाद, भारतीय प्रवासी समुदाय की सदस्य श्रेया पारीक ने कहा, "… मैं यहां प्रधानमंत्री मोदी से मिलने आई थी। मुझे खुशी है कि मुझे यह अवसर मिला… मैं उन्हें ऑपरेशन सिंदूर और भारत के लिए उनके द्वारा किए जा रहे अन्य सभी… pic.twitter.com/GoCH59jimF
— ANI_HindiNews (@AHindinews) July 23, 2025
પીએમ મોદી લંડનમાં બ્રિટનના નવા વડાપ્રધાન કેઅર સ્ટારમર સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરશે. આ બેઠકમાં ભારત અને યુકે વચ્ચેના ઐતિહાસિક મુક્ત વેપાર કરાર (Free Trade Agreement – FTA) અંગે ચર્ચા થશે. ઉપરાંત, બંને નેતાઓ વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી (Comprehensive Strategic Partnership – CSP) અંતર્ગત ટેકનોલોજી અને નવીનતા, સંરક્ષણ અને સુરક્ષા, આરોગ્ય, આબોહવા પરિવર્તન, શિક્ષણ અને લોકસંવાદ સહિતના ક્ષેત્રોમાં સહકારની સમીક્ષા કરશે.
#WATCH लंदन, यूनाइटेड किंगडम: प्रधानमंत्री मोदी से मुलाकात के बाद, भारतीय प्रवासी समुदाय के सदस्य भव्य ने कहा, "… प्रधानमंत्री ने मुझसे हाथ मिलाया और मुझे 'आशीर्वाद' दिया। यह अब तक का सबसे अच्छा एहसास था…" pic.twitter.com/vOvlw4aqFE
— ANI_HindiNews (@AHindinews) July 23, 2025
આ બેઠક ભારત-યુકે સંબંધોને નવી ઊંચાઈ પર લઈ જવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે. પીએમ મોદી તેમના પ્રવાસ દરમિયાન બ્રિટિશ રાજા ચાર્લ્સ ત્રીજાને પણ મુલાકાત લેશે. એવી અપેક્ષા છે કે આ મુલાકાત બંને દેશો વચ્ચેના રાજનૈતિક તેમજ સામૂહિક સંબંધોને વધુ મજબૂત બનાવશે.