કરમસદ-આણંદ મહાનગરપાલિકાએ શુક્રવારે અચાનક ચેકિંગ દરમિયાન રેલ્વે સ્ટેશન સામે આવેલ હોટલ સનરાઈઝને સીલ કરી દીધી. મનપાના કમિશનરના માર્ગદર્શન હેઠળ એસ્ટેટ વિભાગ દ્વારા કરવામાં આવેલી ઝુંબેશમાં નિયમભંગ સામે કડક કાર્યવાહી હાથ ધરાઈ છે.
માહિતી મુજબ, હોટલ સનરાઈઝના સંચાલક મોહમ્મદ આસીફ મિયા સેલિયાને મનપા દ્વારા અગાઉ નોટિસ આપવામાં આવી હતી. નોટિસ મળ્યા બાદ 10 દિવસની અંદર જરૂરી દસ્તાવેજો અને યોગ્ય જવાબ ન રજૂ કરવા કારણે, મનપાની શરતોનો ભંગ થયો હોવાનું જણાતાં હોટલને તાત્કાલિક અસરથી સીલ કરવામાં આવી છે.
મનપા દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી સમૂહ ચેકિંગ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જેમાં મ્યુનિસિપલ દુકાનો, શોપિંગ સેન્ટરો અને ગેસ્ટ હાઉસનો પણ સમાવેશ થાય છે. મહાનગરપાલિકાએ જણાવ્યુ કે નિયમોના પાલનમાં કડકાઈ રાખવામાં આવશે અને જરૂરી હોય ત્યાં આવી કાર્યવાહી ચાલુ રહેશે.
આણંદ (ભાવેશ સોની)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel