બાંગ્લાદેશમાં ફરી એકવાર સાંપ્રદાયિક હિંસાનો મામલો સામે આવ્યો છે. મૈમનસિંહ જિલ્લાના બાલુકા વિસ્તારમાં એક હિન્દુ યુવકની ક્રૂરતાપૂર્વક હત્યા બાદ વચગાળાની સરકારએ તાત્કાલિક કાર્યવાહી કરી છે. 27 વર્ષીય હિન્દુ યુવક દીપુ ચંદ્ર દાસને માર મારી મોતને ઘાત ઉતારવામાં આવ્યા બાદ રેપિડ એક્શન બટાલિયન (RAB) દ્વારા દરોડા પાડીને સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનાને લઈને સમગ્ર દેશમાં ચિંતા અને આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે.
મુખ્ય સલાહકાર મુહમ્મદ યુનુસની સરકારે શનિવારે માહિતી આપતાં જણાવ્યું કે મૈમનસિંહ જિલ્લાના બાલુકા વિસ્તારમાં અલગ અલગ સ્થળોએ કરાયેલી કાર્યવાહી દરમિયાન આ શંકાસ્પદોને પકડી પાડવામાં આવ્યા છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં મોહમ્મદ લિમોન સરકાર (19), મોહમ્મદ તારિક હુસેન (19), મોહમ્મદ માનિક મિયા (20), ઈરશાદ અલી (39), નિજામુદ્દીન (20), આલમગીર હુસેન (38) અને મોહમ્મદ મિરાજ હુસેન (46)નો સમાવેશ થાય છે. યુનુસે જણાવ્યું કે આ ધરપકડો આરએબી યુનિટ દ્વારા તાત્કાલિક દરોડાની કાર્યવાહી દરમિયાન કરવામાં આવી હતી અને કેસની તપાસ હજુ ચાલુ છે.
આ વચ્ચે, બાંગ્લાદેશમાં વધતી હિંસાને લઈને સરકારએ નાગરિકોને શાંતિ જાળવવા અને અસામાજિક તત્વો દ્વારા ફેલાવવામાં આવતી અશાંતિથી દૂર રહેવા આહ્વાન કર્યું છે. ખાસ કરીને ત્યારે જ્યારે સરકાર વિરોધી હિંસા દેખાવોમાં મુખ્ય ચહેરા રહેલા યુવા નેતા શરીફ ઉસ્માન હાદીના મૃતદેહને શુક્રવારે સિંગાપોરથી ઢાકા લાવવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે હાદીને છ દિવસ પહેલા ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. આવા ઘટનાક્રમ વચ્ચે દીપુ ચંદ્ર દાસની હત્યા બાદ ઝડપી કાર્યવાહી કરીને આરોપીઓની ધરપકડ કરવી સરકાર માટે કાયદો-વ્યવસ્થા જાળવવાનો મહત્વનો પ્રયાસ માનવામાં આવી રહ્યો છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel