T20 વર્લ્ડ કપ 2026ને ધ્યાનમાં રાખીને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ટીમ ઈન્ડિયાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. આ વખતે પણ ટીમની કમાન સૂર્યકુમાર યાદવને સોંપવામાં આવી છે, જ્યારે ગુજરાતના સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલને વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યા છે. ટીમ પસંદગીમાં સૌથી ચોંકાવનારો નિર્ણય એ રહ્યો કે વનડે અને ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની આગેવાની કરનાર શુભમન ગિલને T20 વર્લ્ડ કપની સ્કવૉડમાં સ્થાન આપવામાં આવ્યું નથી. બીજી તરફ, લાંબા સમયથી અવગણના સહન કરનાર સંજુ સેમસનને આ વખતે તક આપવામાં આવી છે, જે પસંદગી ચર્ચાનું કેન્દ્ર બની છે.
🚨India’s squad for ICC Men’s T20 World Cup 2026 announced 🚨
Let's cheer for the defending champions 💪#TeamIndia | #MenInBlue | #T20WorldCup pic.twitter.com/7CpjGh60vk
— BCCI (@BCCI) December 20, 2025
ટીમમાં વિકેટકીપર-બેટ્સમેન ઈશાન કિશનની વાપસી પણ ખાસ નોંધપાત્ર છે. તાજેતરમાં જ તેણે ઝારખંડને સૈયદ મુશ્તાક અલી ટ્રોફી (SMAT 2025)નું ખિતાબ અપાવ્યું હતું અને ફાઈનલમાં શાનદાર સદી ફટકારી હતી, જેના ઇનામરૂપે તેને વર્લ્ડ કપ સ્કવૉડમાં સામેલ કરવામાં આવ્યો છે. સ્પિન વિભાગમાં વરુણ ચક્રવર્તી અને કુલદીપ યાદવને જવાબદારી સોંપવામાં આવી છે, જેથી ટીમનું બોલિંગ આક્રમણ વધુ મજબૂત બને.
📸
The Selection Committee Meeting for #TeamIndia's squad announcement for the upcoming ICC Men’s T20 World Cup is underway at the BCCI headquarters. 🙌#MenInBlue | #T20WorldCup pic.twitter.com/YFWgAoIB8F
— BCCI (@BCCI) December 20, 2025
T20 વર્લ્ડ કપ માટે ટીમ પસંદ કરવા BCCIએ એક મહત્વની બેઠક યોજી હતી, જેમાં મુખ્ય પસંદગીકાર અજિત અગરકર, કેપ્ટન સૂર્યકુમાર યાદવ, આરપી સિંહ સહિતના સભ્યો હાજર રહ્યા હતા. બેઠકમાં ખેલાડીઓના તાજેતરના પ્રદર્શન, ફોર્મ અને ટીમ સંયોજનને ધ્યાનમાં રાખીને અંતિમ નિર્ણય લેવામાં આવ્યો હતો. કુલ મળીને, આ ટીમ પસંદગીમાં અનુભવી ખેલાડીઓ સાથે યુવા પ્રતિભાને પણ તક આપવામાં આવી છે, પરંતુ શુભમન ગિલને બહાર રાખવાનો નિર્ણય ક્રિકેટ જગતમાં ચર્ચાનો વિષય બની ગયો છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel