ઓક્સફોર્ડ યુનિયનમાં ભારત–પાકિસ્તાન સંબંધિત એક પ્રસ્તાવને લઈને ભારે વિવાદ સર્જાયો છે. આરોપ છે કે પાકિસ્તાની મૂળના અધ્યક્ષ મૂસા હર્રાજે એવી ડિબેટમાં પાકિસ્તાનની જીતનો દાવો કર્યો, જે હકીકતમાં ઔપચારિક રીતે યોજાઈ જ નહતી. આ ઘટનાએ સોશિયલ મીડિયા સાથે-સાથે આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક વર્તુળોમાં પણ તીખી પ્રતિક્રિયાઓ જગાવી છે. વિવાદાસ્પદ પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું હતું કે, “આ ગૃહ માને છે કે પાકિસ્તાન પ્રત્યે ભારતની નીતિ, સંરક્ષણ નીતિના નામે વેચાતી લોકપ્રિય રાજકીય વ્યૂહનીતિ છે.” જોકે નવેમ્બર મહિનામાં ઓક્સફોર્ડ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ વચ્ચે આ જ પ્રસ્તાવ પર એક અલગ અને સઘન ચર્ચા યોજાઈ હતી, જેમાં ભારતીય પક્ષે પાકિસ્તાની દલીલોને દ્રઢતાપૂર્વક ફગાવી દીધી હતી. આ ચર્ચાનું નેતૃત્વ મુંબઈમાં જન્મેલા અને હાલ ઓક્સફોર્ડમાં કાયદાનો અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થી વીરાંશ ભાનુશાલીએ કર્યું હતું.
વીરાંશ ભાનુશાલીએ પોતાના ભાષણની શરૂઆત 26/11ના મુંબઈ આતંકી હુમલાની પીડાદાયક સ્મૃતિથી કરી. તેમણે જણાવ્યું કે, તેમના પરિવાર અને આખું મુંબઈ શહેર તે ત્રણ રાત દરમિયાન આતંકના સાયા હેઠળ જીવતું હતું. તેમણે કહ્યું કે, સીએસએમટી એ જગ્યાઓમાંથી એક હતી જ્યાં તેમના ઘરની એક સભ્ય રોજ પસાર થતી, અને નસીબજોગે તે રાત્રે બચી ગઈ, પરંતુ 166 લોકો બચી શક્યા નહીં. તેમણે 1993ના મુંબઈ બોમ્બ બ્લાસ્ટનો ઉલ્લેખ કરતા કહ્યું કે, તે ઘટના તેમના ઘરથી ફક્ત 200 મીટર દૂર બની હતી. “હું આતંકના પડછાયામાંથી આવ્યો છું,” એમ કહી તેમણે ભારતના દુઃખદ અનુભવને વિશ્વ સમક્ષ મૂકી દીધો.
“This House Believes That India's Policy Towards Pakistan Is a Populist Disguise for Security Policy.”
Viraansh Bhanushali, a law student from Mumbai at the University of Oxford, delivered a compelling opposition speech in the Oxford Union debate on the motion “This House… pic.twitter.com/RWbAw5MfOv
— Augadh (@AugadhBhudeva) December 22, 2025
પાકિસ્તાન દ્વારા ભારતની સંરક્ષણ નીતિને ચૂંટણી સ્ટંટ ગણાવવાના દાવાને જવાબ આપતા વીરાંશે કહ્યું કે, “આ ચર્ચા જીતવા માટે મને નિવેદનબાજીની નહીં, ફક્ત એક કેલેન્ડરની જરૂર છે.” તેમણે 1993, 2008 (26/11), પઠાણકોટ, ઉરી અને પુલવામા જેવા આતંકી હુમલાની તારીખો ગણાવીને પ્રશ્ન કર્યો કે, “શું દરેક આતંકી હુમલા પાછળ ચૂંટણી હતી? નહીં. આતંક વોટ માટે નથી આવતો, તે આવે છે કારણ કે તેને પાકિસ્તાની ધરતી પરથી સંરક્ષણ મળે છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે, જો ભારત લોકપ્રિયતા માટેની નીતિ અપનાવતું, તો 26/11 પછી તરત યુદ્ધ શરૂ કરી દેત, પરંતુ ત્યારે સરકારે સંયમ રાખ્યો, પુરાવાઓ વિશ્વ સમક્ષ રજૂ કર્યા, અને તેનો પરિણામ પઠાણકોટ, ઉરી અને પુલવામા જેવા હુમલાઓ રૂપે સામે આવ્યું. ઓપરેશન સિંદૂરને ચૂંટણી સ્ટંટ કહેવું સંપૂર્ણપણે તથ્યહીન છે, કારણ કે તે સમયે ચૂંટણી પહેલેથી જ પૂર્ણ થઈ ચૂકી હતી.
પાકિસ્તાન પર તીખા પ્રહાર કરતા વીરાંશે વ્યંગ્યસભર શબ્દોમાં કહ્યું કે, “ભારત જ્યારે કાર્યવાહી કરે છે ત્યારે પાઇલટોની ડી-બ્રીફિંગ થાય છે, જ્યારે પાકિસ્તાનમાં ગીતોની ઑટો-ટ્યુનિંગ થાય છે. જ્યારે તમે પોતાના લોકોને બે ટંકની રોટલી નથી આપી શકતા, ત્યારે તેમને યુદ્ધનું સર્કસ બતાવો છો.” તેમણે સ્પષ્ટ કર્યું કે ભારત યુદ્ધ નથી ઈચ્છતું, પરંતુ જ્યાં સુધી આતંકવાદને વિદેશ નીતિના હથિયાર તરીકે ઉપયોગ કરવામાં આવશે, ત્યાં સુધી ભારત પોતાની સુરક્ષાથી કોઈ સમાધાન નહીં કરે.
આ સમગ્ર વિવાદમાં પાકિસ્તાની પક્ષનું નેતૃત્વ કરનારા મૂસા હર્રાજે પાકિસ્તાનના સંરક્ષણ ઉત્પાદન મંત્રી મોહમ્મદ રઝા હયાત હર્રાજેના દીકરા હોવાનું પણ સામે આવ્યું છે. તેમના પર આરોપ છે કે, તેમણે જાણીજોઈને નિષ્ણાતોની ચર્ચાને વિફળ બનાવી અને પાકિસ્તાનની જીતનું નેરેટિવ ઘડવાનો પ્રયાસ કર્યો. આ મુદ્દે ભારત તરફથી આમંત્રિત વક્તાઓ જે સાઈ દીપક અને પ્રિયંકા ચતુર્વેદીએ પણ ખુલાસો કર્યો કે, ભારતીય પક્ષને અંતિમ સમયે સૂચના આપી જાણબૂઝીને ચર્ચામાં આવવાથી રોકવામાં આવ્યા હતા. જોકે, વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી ચર્ચાનો વીડિયો હવે જાહેર થયો છે અને સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં વીરાંશ ભાનુશાલીની દલીલોને વ્યાપક સમર્થન મળી રહ્યું છે. વિશ્લેષકોનું માનવું છે કે, આ ચર્ચાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે આતંકવાદના મુદ્દે પાકિસ્તાનનું નેરેટિવ તથ્યો સામે ટકી શકતું નથી, પછી મંચ કેટલો પણ પ્રતિષ્ઠિત કેમ ન હોય.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel