મોદી સરકારે દિલ્હીવાસીઓ માટે એક વધુ ખુશીના સમાચાર આપ્યા છે. આજે યોજાયેલી મોદી કેબિનેટની બેઠકમાં દિલ્હી મેટ્રોના વિસ્તારને મંજૂરી આપવામાં આવી છે. આ અંગે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે પત્રકાર પરિષદમાં જાણકારી આપતા જણાવ્યું કે આ નવી મેટ્રો યોજનામાં અંદાજે ₹12,015 કરોડનો ખર્ચ કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે ચીન અને અમેરિકા બાદ ભારત પાસે વિશ્વનું ત્રીજું સૌથી મોટું મેટ્રો નેટવર્ક છે અને દેશમાં દરરોજ અંદાજે 1.15 કરોડ લોકો મેટ્રો દ્વારા મુસાફરી કરે છે. આ નવા વિસ્તાર બાદ દિલ્હી મેટ્રોનું કુલ નેટવર્ક 400 કિલોમીટરના આંકડાને પાર કરશે, જે રાજધાનીની લાઈફલાઈનને વધુ મજબૂત બનાવશે.
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે આ યોજના પર્યાવરણ માટે પણ ખૂબ લાભદાયી સાબિત થશે. સરકારના અંદાજ મુજબ દર વર્ષે લગભગ 33,000 ટન કાર્બન ડાયોક્સાઈડના ઉત્સર્જનમાં ઘટાડો થશે. આ સાથે જ કર્તવ્ય ભવન અને કેન્દ્ર સરકારના કર્મચારીઓને સીધો લાભ મળશે. આ ફેઝની સૌથી મોટી ખાસિયત એ છે કે નવો મેટ્રો કોરિડોર કર્તવ્ય ભવનને સીધા મેટ્રો નેટવર્ક સાથે જોડશે, જેના કારણે લગભગ 60,000 કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને દરરોજ અવરજવર કરનારા અંદાજે 2 લાખ લોકોને મોટી સુવિધા મળશે.
#WATCH | On Union Cabinet decisions, Union Minister Ashwini Vaishnaw says, "The Union Cabinet has approved Phase 5A of Delhi Metro, which will comprise 13 stations. A 16 km-long new line will be laid at a cost of Rs 12,015 crore. With this, the Delhi Metro network will cross 400… pic.twitter.com/hqzMY1ogz2
— ANI (@ANI) December 24, 2025
આ નવો કોરિડોર મેજેન્ટા લાઈનના વિસ્તાર તરીકે વિકસાવવામાં આવશે, જે આર.કે. આશ્રમથી ઈન્દ્રપ્રસ્થ સુધી જશે. આ માર્ગમાં આર.કે. આશ્રમ, શિવાજી સ્ટેડિયમ, સેન્ટ્રલ સેક્રેટરિયટ, કર્તવ્ય ભવન, ઈન્ડિયા ગેટ, વોર મેમોરિયલ, ભારત મંડપમ અને ઈન્દ્રપ્રસ્થ જેવા મહત્વપૂર્ણ સ્ટેશનો સામેલ રહેશે. આ કોરિડોર કર્તવ્ય ભવન સાથે સીધી કનેક્ટિવિટી આપશે, જેના કારણે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે આવાગમન વધુ સરળ અને ઝડપી બનશે.
ઉલ્લેખનીય છે કે હાલમાં દિલ્હી મેટ્રો દરરોજ લગભગ 65 લાખ મુસાફરોને તેમની મંજિલ સુધી પહોંચાડે છે અને તેનું હાલનું નેટવર્ક આશરે 395 કિલોમીટરમાં ફેલાયેલું છે. 16 કિલોમીટરના આ નવા વિસ્તાર બાદ દિલ્હી મેટ્રો માત્ર શહેરના આંતરિક વિસ્તારોને જ નહીં પરંતુ NCR સાથેની કનેક્ટિવિટી પણ વધુ મજબૂત બનાવશે, જેના કારણે ટ્રાફિકની સમસ્યા ઘટશે અને લોકોને વધુ સુવિધાજનક મુસાફરી મળશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel