અરવલ્લી ગિરિમાળાઓ મુદ્દે ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે રાજ્ય સરકારના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે ગુજરાતમાં અરવલ્લી પર્વતમાળા વિસ્તારમાં આજ સુધી ક્યારેય ખનન કે વ્યાપારી પ્રવૃત્તિઓને મંજૂરી આપવામાં આવી નથી અને ભવિષ્યમાં પણ એવી કોઈ યોજના નથી. તેમણે સુપ્રીમ કોર્ટના ચુકાદાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે ટેકરી તરીકે ગણતરીમાં ન આવતો વિસ્તાર માત્ર આશરે 2 ટકા છે અને તે માટે પણ કડક નિયમો નક્કી કરાયા છે, જેમાં વ્યાપારી પ્રવૃત્તિઓ માટે વિશેષ મંજૂરી બાદ જ નિર્ણય લેવાય છે.
ગુજરાતના જંગલો અને અરવલ્લી પહાડીઓના રક્ષણ માટે રાજ્ય સરકાર હરહંમેશ કટિબદ્ધ…
અરવલ્લી પર્વતમાળાના સંરક્ષણ માટે સુપ્રીમ કોર્ટના આદેશોનું રાજ્ય સરકાર ચુસ્તપણે પાલન કરશે…
'અરવલ્લી ગ્રીન વોલ પ્રોજેક્ટ' હેઠળ ચાલુ વર્ષે 4426 હેક્ટરમાં 86.84 લાખ વૃક્ષોનું વાવેતર કરાયું; આગામી વર્ષે… pic.twitter.com/hRSLYMQrRm
— Gujarat Information (@InfoGujarat) December 24, 2025
મોઢવાડિયાએ જણાવ્યું કે મહેસાણા, પાટણ, બનાસકાંઠા, અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં ફેલાયેલી આ ગિરિમાળાઓમાં ક્યાંય પણ ખનન અથવા વ્યાપારી પ્રવૃત્તિની મંજૂરી આપવામાં આવી નથી અને ભવિષ્યમાં પણ આપવામાં આવશે નહીં. તેમણે ઉમેર્યું કે ગુજરાતના સંદર્ભમાં આ ચુકાદાથી કોઈ અસર થવાની નથી, કારણ કે રાજ્યમાં અગાઉ પણ ગિરિમાળાઓને પર્વત તરીકે જ માન્યતા આપવામાં આવી છે અને તે વ્યવસ્થા આગળ પણ યથાવત રહેશે, જેથી આ મુદ્દે કોઈ પણ પ્રકારના ભ્રમ કે પ્રચારમાં ન આવવાની અપીલ કરી.
સાથે જ તેમણે જણાવ્યું કે વડા પ્રધાનની સૂચનાથી ગિરિમાળાઓના પથરાળ વિસ્તારોમાં દર વર્ષે વિશાળ પાયે વૃક્ષારોપણનો કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે. અંતે મોઢવાડિયાએ દ્રઢ શબ્દોમાં કહ્યું કે ગુજરાત સરકાર અરવલ્લી ગિરિમાળાઓના સંરક્ષણ અને સંવર્ધન માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે અને આવનારા સમયમાં પણ આ પ્રતિબદ્ધતા યથાવત રહેશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel