રવિવારે ઉલ્લેખનીય છે કે ઉતરાયણ નજીક આવતા ની સાથે પતંગની દોરી થી ગળું કપાવાના તેમજ ઊંચાઈ પરથી પડી જવાના કિસ્સાઓમાં રાજ્યભરમાં વધારો જોવા મળે છે. તેવી જ રીતે આણંદ માં પણ પતંગની દોરીથી ગળું કપાવવાના 108 એમ્બ્યુલન્સમાં કેસ ની સંખ્યા વધી જવા પામે છે આવો જ એક કેસ આજે નોંધાયો છે આણંદમાં, જેમાં સાંગોડપુરા વિસ્તાર આણંદ માં રહેતી એક 15 વર્ષીય કિશોરી એક્ટિવા લઈ ને જઈ રહી હતી ત્યારે અચાનક પતંગ ની દોરી પડતા ગળા ના ભાગે ઇજા થઈ હતી તેથી તેને આણંદ નગરપાલિકા હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
ત્યાંથી ઇજા ગંભીર હોવાથી તેને કરમસદ ખાતે શિફ્ટ કરવા માટે નજીક ની ૧૦૮ એમ્બ્યુલન્સને કેસ અસાઈન કરવામાં આવતા ટાઉનહોલ આણંદ ૧૦૮ એમ્બ્યુલન્સ ઉપર ફરજ પર હાજર પાયલોટ અનિલભાઈ રોહિત અને ઇમરજન્સી મેડિકલ ટેક્નિશિયન અંકુર દેસાઈ પેશન્ટને આણંદ ની સિવિલ હોસ્પિટલ થી લઈ ને શ્રી કૃષ્ણ હોસ્પિટલ કરમસદ ખાતે ઝડપ થી સારવાર આપી ને સહી સલામત શિફ્ટ કરેલ હતા, જેને લઈ ને કિશોરીના પરિવારે 108 એમ્બ્યુલન્સનો આભાર વ્યક્ત કર્યો હતો.
ભાવેશ સોની (આણંદ)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel