આણંદ જિલ્લામાં નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષા જાળવવાના ઉદ્દેશ્યથી જિલ્લા ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ખાણીપીણીની લારીઓ અને સ્ટ્રીટ ફૂડ વેન્ડરોને ત્યાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ અભિયાન અંતર્ગત ખાસ કરીને શહેરના રાત્રી બજાર અને જનતા ચોકડી વિસ્તારમાં આવેલી સ્ટ્રીટ ફૂડ તથા પાણીપુરીની લારીઓ પર આકસ્મિક ચેકિંગ કરવામાં આવ્યું હતું.
ફૂડ વિભાગની ટીમ દ્વારા રાત્રી બજાર અને જનતા ચોકડી ખાતે કુલ ૧૬ જેટલા સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ફૂડ બિઝનેસ ઓપરેટર્સને ખોરાકની ગુણવત્તા જાળવવા તેમજ સેનીટેશન અને હાઇજીન (સ્વચ્છતા) ના ચુસ્ત પાલન માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિક્રેતાઓને ફરજિયાતપણે એપ્રોન, કેપ અને ગ્લોવઝ પહેરવા તેમજ લારીની આસપાસ નિયમિત સાફ-સફાઈ રાખવા માટે કડક સૂચના આપવામાં આવી હતી.
આ તપાસ દરમિયાન શંકાસ્પદ જણાતા ખાદ્યપદાર્થોના કુલ ૦૫ નમૂનાઓ લઈ લેબોરેટરીમાં પરીક્ષણ અર્થે મોકલી આપવામાં આવ્યા હતા. વધુમાં, સ્થળ પર તપાસ દરમિયાન મળી આવેલા અંદાજે ૧૩ કિલો જેટલા બિન-આરોગ્યપ્રદ ખાદ્યચીજોના જથ્થાનો ફૂડ સેફ્ટી વિભાગની ટીમ દ્વારા સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.
ભાવેશ સોની (આણંદ)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel