દ્વારકા તીર્થમાં મોરારિબાપુના વ્યાસાસને શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીના સાનિધ્ય સાથે રામકથા ‘માનસ કૃષ્ણ અવતાર’ પ્રારંભ થયો. મોરારિબાપુએ કહ્યું કે, રામકથાનું મંગલાચરણ એટલે માત્ર મંગળ ઉચ્ચાર નહી, મંગળ આચરણ નિર્દેશ છે.
ભગવાન દ્વારકાધીશની પુણ્યધરા દ્વારકા તીર્થમાં શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીના સાનિધ્ય સાથે દીપ પ્રાગટ્ય સાથે મોરારિબાપુના વ્યાસાસને રામકથા ‘માનસ કૃષ્ણ અવતાર’ પ્રારંબ થયો છે.
ક્થા પ્રારંભે મોરારિબાપુ કહ્યું કે, રામકથાનું મંગલાચરણ એટલે માત્ર મંગળ ઉચ્ચાર નહી, મંગળ આચરણ નિર્દેશ છે તેમ સમજાવ્યું. પ્રથમ દિવસે કથા ગાન કરતાં મોરારિબાપુએ રામ અવતાર એ સાતમો અવતાર અને રામચરિત માનસના સાત સોપાન એ ઉલ્લેખ સાથે ટૂંક મહાત્મ્ય વર્ણવ્યું અને આઠમો અવતાર એ કૃષ્ણ અવતાર જણાવી, રામકથા નિસરણી છે, જે ઉર્ધ્વગમન કરાવનાર છે, તેમ કહ્યું.
તુલસીદાસજીએ વાણી અને વિનાયક વંદના કરીને શ્લોકને લોકમાં ઉતારવાનું કાર્ય ગણાવ્યું. સનાતન માટે આદિ શંકરાચાર્યજી દ્વારા પંચ દેવ પૂજન મહિમા વર્ણવી ગણેશ, સૂર્ય, વિષ્ણુ, શિવ અને દુર્ગા વંદના કરવામાં આવી.
દ્વારકા શારદાપીઠ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી દ્વારા પ્રેરક ઉદબોધનમાં રામનામની શક્તિનો મહિમા જણાવાયો. રામનામ પ્રાણી માત્ર માટે કલ્યાણકારી હોવાનું કહ્યું. મુક્તિના માર્ગ પરનું ભાથુ રામનામ છે.
સદાનંદ સરસ્વતીજીએ સનાતન ધર્મ માટે ભાવ જણાવ્યો કે વિધર્મીઓના અનેક પ્રહારો પછી પણ કશું થયું નથી આમ છતાં હિન્દુ નાસ્તિકોની પ્રવૃતિનો રંજ વ્યક્ત કર્યો. તેમણે દ્વારકામાં મોરારિબાપુના વ્યાસાસને યોજાયેલ આ રામકથાની પ્રસન્નતા વ્યક્ત કરી.
ક્થા પ્રારંભે દીપ પ્રાગટ્ય અને પાઠશાળા વિદ્યાર્થીઓ દ્વારા મંત્રોચ્ચાર થયેલ.
નીતિન વડગામાએ પ્રારંભિક સંચાલન કરતાં દ્વારકાની જ્ઞાનપીઠ અને તલગાજરડાની પ્રેમપીઠનો યોગ સર્જાયાનો ભાવ જણાવ્યો.
ક્થા મનોરથી પરિવારના પૂર્ણિમાબેન પારેખે કથા પ્રસંગે પોતાનો સ્વાગત અહોભાવ રજૂ કર્યો.
રામકથા પ્રથમ દિવસ મુક્તાનંદબાપુ (ચાંપરડા), કેશવાનંદજી મહારાજ, મૂળદાસજી બાપુ (રામમઢી), જયશ્રી માતાજી, વિશ્વાનંદ માતાજી (શિવકુંજ જાળિયા) સહિત સંતો, મહંતો, કથાકારો અને અગ્રણીઓ જોડાયાં હતાં.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel