ગામેગામ સનાતન સ્થાન રામજી મંદિર માટે મોરારિબાપુની સહાયતા સાથેની હાકલ રહેલી છે. જીર્ણોધ્ધાર કે નવા મંદિર માટે ચિત્રકુટધામ તલગાજરડા દ્વારા તુલસીપત્ર રૂપે રૂપિયા સવા લાખ અપાશે.
ગોપનાથ મહાદેવના સાનિધ્યમાં મોરારિબાપુના વ્યાસાસને રામકથા ‘માનસ ગોપનાથ’ શ્રવણ લાભ મળી રહ્યો છે. રામકથા ગાન સાથે મોરારિબાપુએ સનાતન સંસ્કૃતિ માટે ગામેગામ સનાતન સ્થાન રામજી મંદિર માટે આગ્રહભાવ જણાવ્યો.
રામજી મંદિર માટે મોરારિબાપુની સહાયતા સાથેની હાકલ રહેલી છે, આ રામજી મંદિર માટે એટલે જીર્ણોધ્ધાર કે નવા મંદિર માટે ચિત્રકુટધામ તલગાજરડા દ્વારા તુલસીપત્ર રૂપે રૂપિયા સવા લાખ અપાશે.
ઉલ્લેખનીય છે કે, મોરારિબાપુ દ્વારા આ રામકથા ઉપરાંત અગાઉ પણ આ સહાય જાહેરાત થયેલી જ છે અને મંદિર ઉપરાંત આરોગ્ય, શિક્ષણ વગેરે સામાજિક સંસ્થા ઉપક્રમો માટે તેમજ પ્રાકૃતિક આપદાઓ દરમિયાન યથોચિત સહયોગી રહ્યા જ છે.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel