નરસૈયાની સાધના સ્થળી ગોપનાથ મહાદેવના સાનિધ્યમાં રામકથા રસપાન કરાવતાં મોરારિબાપુએ સાંપ્રત સ્થિતમાં ભજનીકોને ભોગવવાનું આવે ત્યારે નરસૈંયો યાદ આવે તેમ હળવો વસવસો વ્યક્ત કર્યો. અહીંયા મોટીસંખ્યામાં ભાવિક શ્રોતાઓ રામકથા લાભ લેતાં રહ્યાં છે.
ગોહિલવાડના ઐતિહાસિક તીર્થ એટલે નરસૈયાની સાધનાસ્થળી ગોપનાથ મહાદેવના સાનિધ્યમાં મોરારિબાપુના વ્યાસાસને રામકથા ‘માનસ ગોપનાથ’ ચાલી રહેલ છે, જેમાં ત્રીજા દિવસે સાંપ્રત ચિંતન સત્સંગ પ્રસ્તુત થયું. મોરારિબાપુએ ક્થા રસપાન કરાવતાં મોરારિબાપુએ સાંપ્રત સ્થિતમાં ભજનીકોને ભોગવવાનું આવે ત્યારે નરસૈંયો યાદ આવે તેમ હળવો વસવસો વ્યક્ત કર્યો અને અસ્પૃશ્યતા, કુંવરબાઈ મામેરું, શ્રાધ્ધ, કેદારરાગ વગેરે પ્રસંગોમાં રહેલાં મતમતાંતરોનો ઉલ્લેખ કરી નરસિંહ મહેતાએ પરચો કે પ્રપંચ નહી, પણ ગોપનાથ અને ગોપીનાથનો આપણને પરિચય કરાવ્યો તે મહત્વનું છે, તેમ ભારપૂર્વક કહ્યું.
મોરારિબાપુએ નમ્ર ભાવે જણાવ્યું કે, મારો સંબંધ ઈતિહાસ તવારીખ સાથે નહી પરંતુ નરસિંહના અધ્યાત્મ સાથે રહેલો છે અને કહ્યું કે, ઈતિહાસ ભલો બુરો હોઈ શકે, અધ્યાત્મ તો શુધ્ધ જ હોય.
ક્થા પ્રસંગો સાથે શબ્દ એ બ્રહ્મ છે, અશબ્દ એ પરબ્રહ્મ છે અને અપશબ્દ એ માયા છે, તેમ શબ્દ સંદર્ભે મોરારિબાપુ ચિંતન સાથે હળવી વાતો કરી.
રામચરિત માનસ વર્ણન સાથે ઋષિઓના સંવાદમાં તુલસીદાસજીએ રામકથા અને રામનામનો મહિમા હોવાનું કહ્યું છે, તેમ જણાવ્યું, આ સાથે રામકથા પહેલા શિવકથા સાંભળવાનું મહાત્મ્ય પણ આ કથામાં છે, તેમ જણાવાયું અને કથા સુખપૂર્વક, સ્વાંત સુખાય એ રીતે સાંભળવા પણ શિખામણ આપી.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel