ગોહિલવાડના સમુદ્ર કિનારે આવેલ ઐતિહાસિક શિવસ્થાન એટલે આદિ કવિ નરસિંહ મહેતાની સાધનાભૂમિ ગોપનાથ મહાદેવ તીર્થસ્થાન.
આપણા આદિ કવિ ભક્ત નરસિંહ મહેતાની શિવસાધના ભૂમિ કે જ્યાંથી કૃષ્ણ ભક્તિનું તેમને વરદાન મળ્યું તે સ્થાન એ જ ગોપનાથ મહાદેવ ક્ષેત્ર છે.
ગોહિલવાડના સમુદ્ર કિનારે અને તળાજા પાસેના આ તીર્થ સ્થાનમાં શિવભક્તો ભાવ આસ્થા સાથે આવતાં રહે છે. આ શિવાલયની સ્થાપત્ય શૈલી વિશિષ્ટ રહેલ છે. ખાસ મુદ્રા સાથે શિલ્પ પૂતળીઓનું આકર્ષણ પણ છે. નૃસિંહ ભગવાન અને અન્ય દેવસ્થાન તેમજ નરસિંહ મહેતાની પ્રતિમા દર્શનીય છે.
શ્રાવણ માસ સહિત વર્ષભર સ્થાનિક અને બહારથી યાત્રિકો ગોપનાથ મહાદેવના દર્શને આવતાં રહે છે. અહીંયા વહીવટી તંત્ર સાથે મહંત સંસ્થા અને બ્રહ્મચારી સંસ્થા દ્વારા ભાવિક યાત્રિકોની સુગમતા માટે આયોજનો થતાં રહે છે. આજુબાજુના ગામોનાં સેવાભાવી મંડળો સેવાકાર્યમાં રહે છે.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel