મોરબી જિલ્લાના રાજનગર વિસ્તારમાં 4 ઑગસ્ટ, સોમવારે આમ આદમી પાર્ટીની જાહેરસભા દરમિયાન એક ચોંકાવનારી ઘટના બની, જેમાં એક સ્થાનિક યુવાનને માત્ર પ્રશ્ન પૂછવા માટે જાહેરમાં લાફો મારવામાં આવ્યો. જાહેરસભા દરમિયાન જયારે AAPના રાજ્ય પ્રમુખ ઈસુદાન ગઢવી ભાષણ આપી રહ્યા હતા, ત્યારે ભરત ફુલતરીયા નામના યુવાને યમુના નદીની સમસ્યા, ભ્રષ્ટાચાર અને રામ મંદિર સહિતના મુદ્દાઓ પર સવાલ ઉઠાવ્યા હતા. ભરતના આ સવાલો પરથી ત્યાં હાજર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં ગુસ્સો ફાટી નીકળ્યો અને એક કાર્યકર્તાએ સ્ટેજની સામે ઊભેલા ભરત ફુલતરીયાને લોકોની સામે લાફો ઝીંકી દીધો.
ઘટનાનો વિડીયો હવે સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે ભીડ વચ્ચે એક કાર્યકર્તા જાહેરમાં યુવાનને લાફો મારી રહ્યો છે, જ્યારે અન્ય કાર્યકર્તાઓ તેને શાંત કરવાનો પ્રયાસ કરે છે. હુમલાનો ભોગ બનેલા ભરત ફુલતરીયાએ હવે મોરબી પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી કરી છે અને આરોપ લગાવ્યો છે કે આ હુમલો આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતાઓના ઈશારે થયો છે, જે સમયે સ્ટેજ પર હાજર હતાં.
મોરબી
ઈસુદાન ની સભા માં પ્રશ્ન પૂછનારા ને આપીયા એ લાફો ઝીંકી દીધો,,,
આવું પરિવર્તન કરવું છે? https://t.co/pnRn1gooRA pic.twitter.com/lpJAcpTWTv
— Hitesh Shiyal (@Hits136) August 5, 2025
ભરત ફુલતરીયાએ મિડિયા સાથે વાતચીત દરમિયાન ન્યાયની માંગ કરી હતી અને કહ્યું હતું કે, “મારે માત્ર સવાલો પૂછવા હતા. જો મતદાતા સવાલ નહીં પૂછી શકે તો પછી લોકશાહીમાં મત આપવાનો અર્થ શું રહે છે?” તેમણે આ સાથે એટલું પણ કહ્યું કે સવાલો પૂછવાના તેમના અધિકારનું હનન કરવામાં આવ્યું છે અને આવી ઘટના લોકતંત્ર માટે ખૂબ જ ખતરનાક સંકેત આપે છે.
મોરબી પોલીસે આ મામલે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે અને વિડીયો ફૂટેજ તેમજ સાક્ષીઓના આધાર પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઘટનાએ સ્થાનિક સ્તરે તીવ્ર પ્રતિસાદ જગાવ્યો છે અને અનેક લોકોએ સોશિયલ મીડિયામાં આપ પાર્ટીની આકરી નિંદા પણ કરી છે. ચૂંટણી નજીક આવી રહી હોય તેવા સમયે આમ આદમી પાર્ટી માટે આ ઘટના ગંભીર રાજકીય નુકસાન તરફ દોરી શકે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel