ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લાના છનવતિયા ગામમાં ઓળખ છીનવવાનો ચોંકાવનાર કેસ સામે આવ્યો છે, જેમાં ગુજરાતના વલસાડ જિલ્લાના ભીલાડા ગામના રહેવાસી અબ્દુલ રહમાન ખાને લગભગ 20 વર્ષ સુધી પોતે મૃત હિંદુ વ્યક્તિ રામ દુલારે ચૌબે તરીકે જીવ્યો હોવાનું ખુલ્યું છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ રામ દુલારેનું અવસાન લગભગ 30 વર્ષ પહેલાં થઈ ગયું હતું, પરંતુ અબ્દુલ રહમાનએ 2007માં મોહમ્મદ અસલમના જૂના વોટર કાર્ડને એડિટ કરીને રામ દુલારે ચૌબે નામથી નવી ઓળખ બનાવી લીધી હતી.
પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે તેણે 2016માં કમ્પ્યુટર દ્વારા નકલી આધાર કાર્ડ બનાવ્યો હતો અને અલગ-અલગ નામે ફેરફાર કરીને પોતાની ખોટી ઓળખને કાયદેસર દેખાડવાનો પ્રયાસ કર્યો. આ જ નકલી દસ્તાવેજોના સહારે તેણે દોઢ વીઘા જમીન માત્ર ત્રણ લાખ રૂપિયામાં પોતાના નામે નોંધાવી લીધી હતી. આ દરમિયાન અબ્દુલ રહમાનએ અનેક સરકારી લાભો પણ મેળવ્યા હોવાનું ગ્રામીણોના નિવેદનમાંથી સામે આવ્યું છે.
પીડિત પરિવારના સભ્યોએ આ ઘટના સામે લેવા આવીને જણાવ્યું કે, “અમારા પૂર્વજોની જમીન ખોટા કાગળો દ્વારા છીનવી લેવામાં આવી છે. આરોપીએ અમારા પરિવારમાં છેતરપિંડી કરી છે, હવે અમને ન્યાય જોઈએ.”
કેસનો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે અદ્દુલ રહમાને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઘર માટે અરજી કરી. તપાસ દરમિયાન ભૂલથી તેણે પોતાનો અસલી ગુજરાતનો આધાર નંબર જમા કરી દીધો, જેના કારણે તેની મૂળ ઓળખ સામે આવી ગઈ. હકીકત બહાર આવતા જ તે ગામમાંથી ફરાર થઈ ગયો.
ગ્રામીણોએ તરત જ પોલીસને જાણ કરી, ત્યારબાદ બસ્તી પોલીસે કેસ નોંધ્યો અને તપાસ શરૂ કરી. બસ્તીના SP ડૉ. રામ આશીષ સિંઘએ જણાવ્યું કે, “આરોપીના સ્થાનિક સંપર્કો, તેની પ્રવૃત્તિઓ અને ગેરકાયદે વ્યવહારોની દિશામાં તપાસ ચાલી રહી છે. સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર છે અને ટૂંક સમયમાં આરોપીની ધરપકડ કરવામાં આવશે.”
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel