click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: CMO સહિત તમામ સરકારી કચેરીઓમાં વીજ બચતનું મોટું પગલું, દર વર્ષે 150 કરોડનો 25% ખર્ચ ઘટાડશે સરકાર
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > CMO સહિત તમામ સરકારી કચેરીઓમાં વીજ બચતનું મોટું પગલું, દર વર્ષે 150 કરોડનો 25% ખર્ચ ઘટાડશે સરકાર
Gujarat

CMO સહિત તમામ સરકારી કચેરીઓમાં વીજ બચતનું મોટું પગલું, દર વર્ષે 150 કરોડનો 25% ખર્ચ ઘટાડશે સરકાર

તમામ સરકારી કાર્યાલયોમાં ઓક્યૂપન્સી સેન્સર ટાઈમર કન્ટ્રોલર ફરજિયાત કરાશે. સરકારી ભવનો પર સોલર રૂફટોપ, એલઈડી લાગશે. હવે AIથી ઊર્જા મોનિટરિંગ કરવામાં આવશે.

Last updated: 2025/11/29 at 11:32 એ એમ (AM)
One India News Team
Share
5 Min Read
SHARE

ગુજરાત સરકાર હવે વીજળીનો વેડફાટ રોકવા માટે એક અભિયાન શરૂ કરવા જઈ રહી છે. અને તેની શરૂઆત તે ‘ઘર’થી કરી રહી છે. એટલે કે મુખ્યમંત્રી કાર્યાલય, રાજભવન, સચિવાલયમાં સૌથી પહેલા વીજળી બચત અભિયાન શરૂ થશે. આ માટે સંબંધિત તમામ વિભાગોને 30 નવેમ્બર સુધીમાં એનર્જી સેવિંગનો એક્શન પ્લાન રજૂ કરવા માટે કહેવામાં આવ્યું છે. સરકારનો ઉદ્દેશ્ય છે કે દર વર્ષે 20 થી 25% સુધી વીજળી બચાવવામાં આવે. જેનું બિલ સરેરાશ વાર્ષિક 150થી 200 કરોડ રૂપિયા થાય છે. એક્શન પ્લાન મળ્યા બાદ સરકાર તેની ગાઈડલાઈન તૈયાર કરશે અને જાન્યુઆરીથી તેને લાગુ કરવામાં આવશે.

Contents
સરકારી વિભાગોમાં 50% સુધી વીજળી વેડફાટ અને ઊર્જા વિભાગમાં 35%શું નુકસાન થઈ રહ્યું હતું?હવે શું ફાયદો થશે?હવે આગળની શું તૈયારી છે?જો શરૂઆત સીએમઓ-મંત્રીઓ તરફથી નહીં થાય તો કોઈગંભીરતાથી નહીં લેસરકાર શું ઈચ્છે છે?

રાજ્ય સરકારના ઊર્જા વિભાગે રાજભવન. મુખ્યમંત્રી કાર્યાલય, મંત્રીઓની ઓફિસો, સચિવાલયથી માંડીને નાના-મોટા તમામ સરકારી-અર્ધ સરકારી કાર્યાલયોને આદેશ આપ્યો છે કે તેઓ તેમના ભવનોમાં તાત્કાલિક ઑક્યુપન્સી સેન્સર અને ટાઈમર કંટ્રોલ લગાવે. જેથી વીજળીનો ઉપયોગ ફક્ત ત્યારે જ થાય જ્યારે કોઈ વ્યક્તિ ત્યાં હાજર હોય.

સરકારી વિભાગોમાં 50% સુધી વીજળી વેડફાટ અને ઊર્જા વિભાગમાં 35%

શું નુકસાન થઈ રહ્યું હતું?

ઊર્જા વિભાગના બે આંતરિક ઓડિટમાં સરકારી ઓફિસમાં વીજ બગાડનો ખુલાસો થયો આ ઓડિટ 2023-2024માં થયું હતું.

1. સચિવાલય, CMO, કલેક્ટરેટ અને અન્ય સરકારી વિભાગોમાં વર્ષે 50% સુધી વીજળીનો વેડફાટ. આખી રાત એસી ચાલુ રહે છે અને ખાલી રૂમમાં લાઇટો ચાલુ રહે છે.

2. વોશરૂમ. લૉબી અને મીટિંગ રૂમ ખાલી હોવા છતાં અહીં લાઇટો ચાલુ રહે છે.

૩. ઘણા વિભાગોમાં 20 થી 25 વર્ષ જૂના ઉપકરણો ઉપયોગમાં લેવાઈ રહ્યા છે.

4. સચિવાલયના 90% હિસ્સામાં ન તો ટાઇમર છે. ન તો સેન્સર.

હવે શું ફાયદો થશે?

1. ઊર્જા વિભાગના પ્રેઝન્ટેશન મુજબ, ઑટોમેશન અને ટાઈમર સેન્સરથી માત્ર સચિવાલયમાં જ 23થી 25% સુધી વીજળીની બચત થઈ શકશે.

2. ખાલી રૂમોમાં એસી બંધ રાખવાથી દર મહિને રૂ. 20થી 25 લાખ બચશે.

૩. વોશરૂમમાં લાઇટ સેન્સર લગાવવાથી દર મહિને 7થી 8 લાખ રૂપિયા બચશે.

4. જો આ મોડેલ યોગ્ય રીતે લાગુ કરવામાં આવે, તો માત્ર સચિવાલયમાં જ નહીં, પરંતુ સરકારી ઓફિસોમાંથી વર્ષે 150થી 200 કરોડની બચત થશે.

હવે આગળની શું તૈયારી છે?

સરકાર 2026માં ગ્રીન ગવર્મેન્ટ કેમ્પસ મોડેલ સ્ટેટ બનવાનો પ્લાન લાવવાની છે. આ અંતર્ગત સરકારી કાર્યાલયોને અપગ્રેડ કરવામાં આવશે.

1. તમામ સરકારી ભવનો પર સોલર રૂફટોપ લાગશે.

2. 100% એલઈડી અને 5 સ્ટાર ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો લાગશે.

૩. સ્માર્ટ પાર્કિંગ, સ્માર્ટ લાઇટિંગ હશે.

4. AI આધારિત ઊર્જા મોનિટરિંગ.

5. દરેક કાર્યાલયને વીજળી વપરાશનો મીટરવાઇઝ ડેટા આપવો પડશે.

6. રિપોર્ટમાં જણાવવું પડશે કે લક્ષ્યની સરખામણીમાં કેટલી વીજ બચત થઈ.

7. પ્રથમ વખત ઊર્જા વિભાગ વીજળીના મામલે નોન-પરફોર્મન્સ સૂચિ બનાવશે.

8. મુખ્યમંત્રી દર મહિને સરકારી વિભાગોની ઊર્જા બચતની સમીક્ષા કરશે.

જો શરૂઆત સીએમઓ-મંત્રીઓ તરફથી નહીં થાય તો કોઈગંભીરતાથી નહીં લે

અમે સોલર પૉલિસી બનાવીએ છીએ, પરંતુ અમારી પોતાની ઑફિસોમાં સફેદ ટ્યુબલાઇટ, પીળા બલ્બ અને 1990ના પંખા ચાલે છે. જે સ્વર્ણિમ સંકુલને ગુજરાતનું ‘બ્રેન’ કહેવામાં આવે છે. ત્યાં જ સ્માર્ટ લાઇટિંગ નથી. જો સીએમઓ-વિભાગીય સ્તરે સિસ્ટમ લાગુ નહીં થાય, તો નીચેના કોઈ પણ વિભાગ આ આદેશને ગંભીરતાથી નહીં લે. ત્યારબાદ વિભાગના ટોચના સ્તર પર દબાણ આવ્યું કે જો રાજ્યને ઊર્જા બચતનું મોડેલ બનાવવું છે તો શરૂઆત સરકારી ઑફિસો-સત્તાના કેન્દ્રથી જ કરવી પડશે. – ઊર્જા વિભાગના વરિષ્ઠ IAS અધિકારી.

સરકાર શું ઈચ્છે છે?

ઑટોમેશન – તમામ સરકારી ઑફિસોમાં લાઇટ, પંખા અને એસી માટે ટાઇમર કંટ્રોલર અને ઑક્યુપન્સી સેન્સર લગાવવામાં આવે. જેનાથી કોઈ રૂમમાં કોઈ હાજર ન હોય તો લાઇટ, પંખો અને એસી આપમેળે બંધ થઈ જાય.

ઑક્યુપન્સી સેન્સર – તમામ સરકારી કાર્યાલયોના વોશરૂમ, કોરિડોર અને પાર્કિંગમાં ઑક્યુપન્સી સેન્સર લગાવવામાં આવે. અહીં લાઇટ ત્યારે જ ચાલુ થાય જ્યારે કોઈ વ્યક્તિ આવે અને જગ્યા ખાલી થતાં જ લાઈટ બંધ થઈ જાય.

5 સ્ટાર ઉપકરણો – જૂના બલ્બ, ટ્યુબલાઇટ અને વધારે ઊર્જાનો વપરાશ કરતા ઉપકરણોને દૂર કરવામાં આવે અને તેને બદલે LED અને 5 સ્ટાર રેટિંગ ધરાવતા ઉપકરણો લગાવવામાં આવે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @india, Breaking news, Chief Minister Bhupendrabhai Patel, CM Gujarat, cmo, CMO Office, gujarat cm, india news, latest news, localnewsingujarat, Narendra Modi, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewsgujarat, Politics, saving electricity, topnews, topnewschannelinindia, ગાંધીનગર રાજભવન, ગાંધીનગર સચિવાલય, ગુજરાત સરકાર, ગુજરાત સરકારના મંત્રીમંડળ, મુખ્યમંત્રી કાર્યાલય, વીજ બચત, વીજળી, સરકારી કચેરીઓ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team નવેમ્બર 29, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article વલસાડનો અબ્દુલ રહેમાન યુપીમાં 20 વર્ષ રામ ચૌબે બનીને રહ્યો, નકલી વૉટર-આધારથી ઝડપી જમીન
Next Article દેવભૂમિ દ્વારકા : ખંભાળિયામાં ઈસરોનું 25 એકરમાં 100 કરોડના ખર્ચે અર્થ સ્ટેશન બનશે

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?