કાળાનાંણાનો ખેલાડી ધીરજ સાહુના ઘરે સતત ચોથા દિવસે પણ પૈસાની ગણતરી યથાવત રહી હતી. મળતી માહિતિ પ્રમાણે અત્યાર સુધીમા 200 કરોડ સુધીની નોટોની ગણતરી તો થઈ ચુકી છે પણ હવે આ આંકડો 500 કરોડને પાર પહોંચે તેવી શક્યતાઓ છે.
ઝારખંડ કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ધીરજ સાહુના અલગ-અલગ સ્થળ પર દરોડાની કાર્યવાહી ચોથા દિવસે પણ ચાલી રહી છે. 50 કરતા વધારે લોકોની ટીમ સતત પૈસા ગણી રહી છે અને તેના માટે 40 જેટલા નાના મોટા મશીન પણ લાવવા પડ્યા હતા. તેની પાસેથી મળી આવેલી નોટો 19 કરતા વધારે બોક્સમાં સંતાડીને રાખવામાં આવી હતી.
#WATCH | Balangir, Odisha: Currency counting machines brought in as the Income Tax Department raid at the premises of Boudh Distilleries Private Limited enter the 5th day.
Over Rs 200 Cr has been seized. Baldev Sahu Infra Pvt Ltd company which is a group company of Boudh… pic.twitter.com/MWQYFMI3BO
— ANI (@ANI) December 10, 2023
અત્યાર સુધીમાં 200 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે
પૈસાની ગણતરી માટે મશીનો લગાવવામાં આવ્યા છે અને 50 લોકોની ટીમ પણ ગણતરી કરી રહી છે. કેટલાક લૉક કરેલા રૂમ અને લૉકર્સ હજુ ખોલવાના બાકી છે, જે આગળ જઈને મોટા ખુલાસાઓ કરશે તે નક્કી છે. અત્યાર સુધીની આ કામગીરીમાંથી કુલ રિકવરીનો આંકડો રૂ. 500 કરોડ સુધી પહોંચવાનો અંદાજ છે.
200 કરોડથી વધુ રકમ જપ્ત કરવામાં આવી છે. બળદેવ સાહુ ઇન્ફ્રા પ્રાઇવેટ લિમિટેડ કંપનીના પરિસરમાં પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે, જે બૌધ ડિસ્ટિલરીઝની જૂથ કંપની છે. જણાવવામાં આવી રહ્યું છે કે ઝારખંડથી કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ધીરજ સાહુ આ સાથે જોડાયેલા છે. તે જ સમયે, ગણતરીના પૈસા પાછા બાંધવા માટે એક ખાસ મશીન પણ લાવવામાં આવ્યું છે.
બેગ અને બોક્સમાં પૈસા લાવવામાં આવી રહ્યા છે
જપ્ત કરાયેલા નાણાં ઓડિશામાં SBI બાલાંગિર શાખામાં લાવવામાં આવી રહ્યા છે. જપ્ત કરાયેલી રકમ 176 બેગમાં લાવવામાં આવી હતી. બાકીના પૈસા પણ બોક્સ અને બેગમાં બેંકમાં મોકલવામાં આવી રહ્યા છે.
જો કે આ સમગ્ર મામલામાં કોંગ્રેસ પોતાની જાતને સાઈડલાઈન કરતી જોવા મળી રહી છે. કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યું કે કોંગ્રેસ પાર્ટીને સાહુના બિઝનેસ સાથે કોઈ લેવાદેવા નથી. તેણે ખુલાસો કરવો જોઈએ કે તેની પાસે આટલા પૈસા ક્યાંથી આવ્યા.આપને જણાવી દઈએ કે ખુદ પીએમ મોદીએ પણ ટ્વીટ કરીને આ મામલાને ઝાટકણી કાઢી હતી